________________
અગીઆરમું ચેતનજીનું સ્વભાવદશામાં વર્તન.
૧૧૧ કમળારૂપ સંકર અસરાના ઉપદેશથી આ જીવ ગાન કરવા મંડી જાય છે, તેમાં લયલીન થઈ જાય છે અને તેમાં પ્રેમ લાવે છે, તેના મનમાં સેહં સેહને અજપા જાપ ચાલે છે, તેના કાનમાં અનાહત નાદ સંભળાય છે. આવી મહાન જીત પતે કરી છે એ વિચારથી છતનો કે વગાડીને આનંદસ્વરૂપ-શુદ્ધ ચિદાનન્દઘન ચેતનજી મને-શુદ્ધ ચેતનાને આખા શરીરપર ધારણ કરે છે. મમતાને તે કયારની હાંકી મૂકી હોય છે અને હવે મને તેના દરેક આત્મપ્રદેશમાં ધારણ કરી દે છે, પિતામય મને બનાવી મૂકે છે.
આવા ચેતનજી પિતાના સ્વરૂપ સિંહાસન પર પિતાના સર્વ પ્રદેશે મને-શુદ્ધ ચેતનાને ધારણ કરીને બેઠા છે. એ વખતે એ અપૂર્વ આનન્દ આવે છે કે તેનું વર્ણન બંદીજન સુખથી કરી શકે નહિ, ચીતારે તેને ચીતરી શકે નહિ, કવિ તેને વર્ણવી શકે નહિ, ચિંતનજી જ્યારે શુદ્ધ અનુભવની રીતિ વરવા લાગ્યા, ધારણ કરવા લાગ્યા ત્યારે પછી તેને મિાહ સાથે મોટું શુદ્ધ થવાનું જ, તેનું છેવટ (પરિણામ) કેવું સુંદર આવે છે તેને ચીતાર અન્ન આ૫વામાં આવ્યે છે. એ દશા પ્રાપ્ત કરવા યોગ્ય છે કે નહિ એ અન્ન ખાસ વિચાર કરવાને પ્રસંગ છે. મમતાનું કુટિલપણું આગલા પદમાં બતાવ્યું છે, સુમતિ સાથે પ્રીતિ કરવાથી જે અનુપમ આનન્દ થાય છે તેને સામાન્ય ખ્યાલ અત્ર બતાવ્યા છે. અલબત, એમાં માહ રાજા સાથે મહા ભયંકર યુદ્ધ કરવાનું છે, પ્રબળ પુરૂષાર્થ ફેરવવાને છે, દઢ આત્મસંયમ કરવાને છે, વિપુલ જ્ઞાનદૃષ્ટિ જાગ્રત કરવાની છે, નિરૂપમ સ્વરૂપદશામાં લીન થવાનું છે અને શુદ્ધ એકાગ્રતા રાખવાની છે, પણ ભયંકર લડાઈને પરિણામે નિસીમ આનન્દ થવાને છે, પરિણામ અતિ આકર્ષક છે અને પ્રયાસ કરવામાં આવે તે પ્રાપ્ય છે, માટે ચોગ્ય વિચાર કરી ચેતનજીને પ્રેરણા કરે કે એ મમતા માયાના સંગમાં પડ્યા રહ્યા છે તેને હવે છોડી દે અને વરૂપદશા પ્રાપ્ત કરવા માટે સુમતિને સંગ આદર. એમ કરવાથી એક પતિવ્રતવાળી શુદ્ધ ચેતના સાથે નિરંતરને સંગ થઈ આનન્દરસ ઝીલાશે એ શંકા વગરની હકીકત છે. માટે ટુંકી દષ્ટિને માર્ગ મૂકી દઈ કાંઈક વિચારે, ઉઠો, જાગ્રત થાઓ,