________________
એકવીસમું શુદ્ધ ચેતનજીનું અગમ્ય સ્વરૂપ.
૧૮૯ ભાવ- ચેતનજીને સિદ્ધવરૂપવાળા કહું તે તેમાં પણ વિરોધ આવે છે. સિદ્ધદશામાં કર્મબંધ થતું નથી અને કર્મથી ચુક્તિ પણ થતી નથી, સર્વ કર્મથી જ્યારે મુક્તિ થાય ત્યારે જ આ જીવ સિદ્ધ થાય છે, પણ સિદ્ધ થયા પછી તેનો નવીન મોક્ષ કોઈ પણ પ્રકરને થતું નથી. નવીન કર્મ આત્મા સાથે બંધાવાં તેને બંધ કહેવામાં આવે છે અને કર્મથી મૂકાવું તેને યુક્તિ કહેવામાં આવે છે. દાખલા તરીકે ગતભવમાં આયુષ્ય બાંધ્યું હોય તે આ ભવમાં ભગવાય છે અને તેટલા પૂરત કર્મથી મિક્ષ થયે એમ કહેવાય છે. આવું આત્માનું બંધક્ષપણું સંસારાવસ્થામાં પ્રત્યક્ષ દેખાય છે, અને સિદ્ધ આત્માને તે ઘટતું નથી માટે આ ચેતનજીને સિદ્ધસ્વરૂપી એકાંતે કહી શકાય નહિ.
વળી ચેતનજી સંસારમાં વતે છે, કષાયાદિમાં પ્રવર્તે છે, પગલિક વસ્તુ સાથે સંબંધ રાખે છે, ખાય છે, પીએ છે, ફરે છે એ સર્વ સંસારી દશા છે, એવી દશા સિદ્ધ આત્માની હેય નહિ; વળી આ જીવ દેવ મનુષ્યના શુભ ભ તે પુણ્ય અવતાર અને તિર્યચ, નારકી તથા નિગદના અશુભ ભ તે પાપ અવતારે પામ્યા કરે છે અથવા તદ્રુપ સંસારી દશામાં વત્ય કરે છે તેથી તેનું સિદ્ધસ્વરૂપ કહેવું ઘટતું નથી. જે ચેતનજી સિદ્ધ હોય તે તેને સંસારમાં આવવા જવાપણું ન હોય, તેને બંધાવાપણું ન હોય, તેનો મોક્ષ પણ ન હોય, કારણ તે ક્ષમય જ છે અને તેથી તેને જન્મ કે મરણ સારાં કે ખરાબ ઘટતાં નથી તેથી આત્માને સિદ્ધસ્વરૂપી કહેવામાં વિરોધ આવે છે. અહીં ચેતનછી તારું સ્વરૂપ એવુંઅદ્દભુત છે કે એને વિચારતાં વિચારતાં ગમે તેટલી હદ સુધી જઈએ પણ એને પાર આવતે નથી, એને છેડે આવતું નથી; એ મહાન આશ્ચર્યની ભૂમિ છે.
પ્રથમ પાદમાં કવચિત “શુદ્ધ સનાતન શબ્દ કેઈકતમાં મૂકેલો છે. સનાતનને ભાવ હવે પછીની ગાથામાં વિચાર જીવ અનાદિ શુદ્ધ છે, મૂળગુણે યુક્ત છે એમ કહીએ તે તેને બંધ મેક્ષ અને સંસારી દશામાં વર્તનભાવ ઘટતો નથી. આ અર્થ તે પાઠાંતરને થાય છે અને તે ઉપર બતાવેલા ચેતનછના સિદ્ધસ્વરૂપના અર્થ સાથે મળતા ભાવ બતાવે છે..