________________
૫૩૨ • આનંદધનજીનાં પદો.
[પદ કઈ કઈ પરબ્રહ્મને માનનાર અભેદવાદી હોય છે. આનંદઘનજીને હતુ કોઈ ધર્મ ઉપર આક્ષેપ કરવાનું નથી, કેઇ મતને નરમ પાડવાને નથી; તેઓને આશય એ છે કે જેણે જે મત સ્વીકાયો તેણે આંખ ઉઘાડીને મને જોઈ જ નથી, સમતમાં અંધ આસક્તિ અને પરમતની વિચાર વગરની નિંદા એ તદ્દન અગ્રાહ્ય મતને સ્વીકાર ઘણાખરા આગ્રહી પ્રાણુઓએ અત્યાર સુધી કરી એક પક્ષમાં ઢળી જવાની સ્થિતિ વિના કારણે અને વિના લાલે પ્રાપ્ત કરી છે.
કેટલાક પ્રાણીઓ ભક્તિમાર્ગને અનુસરનારા હોય છે. ગાવું બજાવવું અને પ્રભુના ચરણમાં સર્વ સમર્પણ કરી દેવું, જ્ઞાન અને કર્મ
ગને ગૌણ કરી નાખવા એ ભક્તિમાર્ગને મત છે. તેઓ એમ માને છે કે મુક્તિ તે ભક્તિમાર્ગથી જ પ્રાપ્ત થઈ શકે છે. અન્ય સર્વ માના નિષેધપૂર્વક પ્રભુને સ્થૂળ રૂપ આપીને તેના ચરણમાં આસક્ત રહેવું, તેના ગુણગ્રામ કરવા અને પોતાનું સર્વસવ તેમને અર્પણ કરવું એ ભક્તિમાન સિદ્ધાન્ત છે. વલ્લભાચાર્ય, રામાનુજ, સ્વામીનારાયણ વિગેરે અન્ય સર્વ માર્ગના નિષેધપૂર્વક ભક્તિમાર્ગને માનનારા હાથ છે અને તેઓ ભક્તિમાર્ગને એટલું બધું પ્રાધાન્ય આપે છે કે અન્ય કેાઈ ગદ્વારા મુક્તિ પ્રાપ્ત થઈ શકે એમ તેઓ સ્વીકારી પણ શકતા નથી. ભક્તિ અનેક પ્રકારની છે અને તેથી એકાગ્રતા કેટલીક વખત બહુ સારી થાય છે, પણ જે સાધનને સાર્થ માની તેમાં જ એકાંત હિત માનવામાં આવે તે કાર્યકારણભાવ વિનાશ થાય છે અને શુદ્ધ વસ્તુસ્થિતિ કદિ પ્રાપ્ત થતી નથી. ભક્તિગનું એક ગ તરીકે સ્વરૂપ બહુ વિસ્તારથી શ્રીમદ્દભગવદગીતામાં આપવામાં આવ્યું છે. રાવણ વિગેરે જિનેશ્વરની પરા ભક્તિ કરી મહા લાભ પ્રાપ્ત કરી ગયા છે તે વાતને અહીં નિષેધ નથી, પરંતુ એકલી ભક્તિમાં અન્યના નિષેધપૂર્વક સર્વસ્વ માનવું એ પક્ષગ્રાહીપણું બતાવે છે અને તે ચેતનાને શુદ્ધ બનાવવામાં આડું આવે છે.
એ જ પ્રમાણે એ આ કરનારા, હાથમાં ચીપીઓ રાખી કરનારા, અલખ મતના ચગીઓ ચેતનાને તે મતની બનાવે છે અને
* વૈષ્ણવ મતના સપ્રદાયનું વિવેચન ચાળીશમા પદની પ્રથમ ગાથાના વિવેચનમાં થઈ ગયુ છે જુઓ પણ ૪૦૪