________________
પ૭૦ આનંદઘનજીનાં પદે.
[પદ પીડા જોઈને અંતકરણ ખરેખરૂં દાઝે તેવા વિશુદ્ધ સ્નેહી જ ઓછા હોય છે, જે તેના તરફ ઉપર ઉપરથી પ્રેમ દેખાડનારા હોય છે તે તેના ખરા સગા નથી, તે ખરા સ્વજન નથી અને તે ખરા સજજન પણ નથી. આ ત્રણે અર્થમાં “સયણ શબ્દ વપરાય છે.
વર્તમાન કાળમાં આવી હળાહળ ઝેર જેવી મિથ્યાત્વ દશા વર્તતી જોઈ શુદ્ધચેતના કહે છે કે જેમ ભર શિયાળામાં વાનરનું શરીર ઠંડીથી થરથર ધ્રુજે તેમ મારું આખું શરીર કરે છે. મને વિચાર થાય છે કે આ ચેતનપતિ તે જ્યાં જાય છે ત્યાં લેખકે ભરાતા જાય છે, એ સસારમાં આસક્ત હોય છે ત્યારે ધન, સ્ત્રી, પુત્રાદિકની આસક્તિમાં સબડ્યા કરે છે અને તેનાથી જરા ઊંચે આવી આંતર દશામાં આવવા યત્ન કરે છે ત્યારે આગ્રહી ગુરૂઓની બાહા કપટજાળમાં ફસાઈ કુમાર્ગે ચાલ્યા જાય છે અને એવા આડાઅવળા રસતાપર ચઢી જાય છે કે તેનો પત્તો લાગતું નથી. આવી મારા પતિની સ્થિતિ જોઈને મારા શૌતક શિયાળામાં સખ્ત ટાઢ હોય છે તેવા વખતમાં વાનર જેમ થરથર ધ્રુજે છે તેમ પતિવિચારથી અને તેમની ભવિષ્યત સ્થિતિના ખ્યાલથી મારું શરીર એટલું ધ્રુજે છે કે જાણે મને કંપ થયે હાય! મને વિચાર કરતાં ત્રાસ થાય છે કે પતિ આવા વિચક્ષણ હોવા છતાં સાંસારિક દશામાં અથવા કે ઈવાર ધર્મને નામે થતી અવાંતર દશામાં એવા વિચિત્ર રીતે વર્તે છે કે એમની સ્થિતિ શું થશે? એઓ કયા સુધી આવી રીતે સંસારમાં રઝળ્યા કરશે અને એમને અને મારે મેળાપ ક્યારે થશે? તે સમજાતું નથી. આ પ્રમાણે વસ્તુસ્થિતિ છે. અત્ર ચેતનજીનું જે ચિત્ર ચેતનાએ દેર્યું છે તેમાં જરા પણ અતિશક્તિ નથી. જ્યાં સુધી ચેતનજીને યથાર્થ જ્ઞાન ન થાય અને ખાસ કરીને તેની ઉન્નતિનાં પગલાંઓ અને માર્ગોને યથાર્થ બાધ અને દર્શન ન થાય ત્યાસુધી તે પિતાની શુદ્ધ દશા સમજી વિચારી જાણી શકે નહિ અને ત્યાંસુધી તેનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ થાય નહિ. એ સ્થિતિ દૂર કરી શુદ્ધ સ્વરૂપી પતિ સાથે ચેતનાને મેળાપ થાય અથવા સ્પષ્ટ રીતે કહીએ તે ચેતનજી પતે વિશુદ્ધતર બની વસ્વરૂપમાં આવે તેવા પ્રયત્ન કરવાની જરૂર અત્ર બતાવી છે.