________________
ઓગણપચાસ પતિમેળાપ માટે યાચના, પ૬૯ તે જ જાણી શકે છે, તાત્પર્ય કે અન્યને તેને ખ્યાલ આવશે સુશ્કેલ છે, અને મને પિતાને તે એ વિરહના એટલી થાય છે કે તેની પીડાને લીધે જેમ ઠંડી ઋતુમાં વાનર થરથર ધ્રુજે છે તેમ મારું આખું શરીર ધ્રુજે છે, માત્ર મારે મુખેથી તે હું તેનું યથારિત વર્ણન પણ કરી શક્તી નથી.
આ પંક્તિને આધ્યાત્મિક અર્થ વિચારતાં નીચે પ્રમાણે ભાવ નીકળે છે. ઘણુ ખરા માણસો તે પારકા મનમાં શું ચાલે છે તે જાણતા નથી. એ પર પ્રાણીનું મન લશ્યપર છે કે નહિ? એનું વચન આદરવા ચોગ્ય છે કે નહિ એના હૃદયમાં યથાર્થ સારલક્ષ્યની વાત છે કે નહિ? એ સર્વ જાણવા વિચારવાની કેણ તસ્દી લે છે? ઘણુ ખરા પ્રાણુઓ તે ઉપર ઉપરની વાતે ઉપર, બહારના હાવભાવ અને કૃત્રિમ હોંગ ઉપર રીઝી જાય છે. કોઈ ખરેખર સ્વજન હોય તે તે જ મનના ઉડાણમાં શું ચાલે છે તેનો વિચાર કરી પૃથક્કરણ કરી તેને સમજવા યત્ન કરે છે. આવા વિરલ સ્વજને વરતુસ્વરૂમને ખ્યાલ કરી તેના રહસ્યમાં ઉતરવા, તેની નિરીક્ષા કરવા અને તેની પરીક્ષા કરવા યત્ન કરે છે અને એ બરાબર યત્ન કરે ત્યારે જ આદરવા ચગ્ય શું છે અને તજવા ચાગ્ય શું છે તે સમજી શકાય છે. આવા સુજ્ઞ જ્ઞાની હોય છે તેમને સમજાય છે કે ઘણા ખરા પ્રાણુઓ અને તીર્થના ઉપદેશકે તે તદ્દન બાહ્ય ભાવમાં જ હોય છે, તેઓ અંતર આત્મદશ શું છે તે સમજતા નથી, વિચારતા નથી અને જાણુતા પણ નથી. આવા પ્રાણુઓ મારા અંતરમાં જ અથાગ વેદના થાય છે તે કદિ જાણી શક્તા નથી. તે તે જરા બાહ્ય ક્રિયા કરે, ધર્મને નામે ધમાધમ કરે, ધર્મિષ્ઠાવાનો દેખાવ કરેતેને કર્તવ્ય સમજી તેમાં પરિપૂર્ણતા સમજે છે. આવી બાહ્ય દશામાં શુદ્ધચેતનાને અને ચેતનજીને કદિ સાગ થતું નથી અને ચેતનાને જે વિરહવ્યથા થાય છે તેમાં ઘટાડો થત નથી. વાત એમ થાય છે કે એવી રીતે બાહ્ય દશામાં વર્તતા જીવે ચેતના અને ચેતનનો સબંધ સમજતા ન હોવાથી ચેતનાને પતિવિરહથી કેવી પીડા થાય છે તે તેના ખ્યાલમાં પણ આવી શકતું નથી. જે કઈ ખરેખ ચેતનવરૂપ સમજનાર લક્ષ્યાર્થવાળે ચિતનાને હિતેચ્છુ હોય તે આ અપાર વેદનાને સમજી શકે છે. ચેતનાની