________________
પચાસમ ] પતિમેળાપની મુશ્કેલી—અનુભવ તરફ ઉક્તિ.
પછ
હાલ તેઓ આત્માને કાઇ વાર ક્ષણિક માને છે, વળી કાઇ વાર નિત્ય માને છે, કોઈવાર ઈશ્વરના અશ માને છે અને વળી કાઈ વાર તેનું અસ્તિત્વ સ્વીકારવાનીજ ના કહે છે. આવા મારા નાથને હું અનુભવ! તું કેવી રીતે મનાવીશ ? તેને હાલ તે માયામમતાને મંદિરે રમણ કરવું પસંă આવે છે અને હોંશે કરીને હેરાન થાય છે, પરંતુ અનેક પ્રકારની પ્રાર્થના કરવા છતાં તે મારે મહિરે પધારતા નથી. વળી તેએ અનેક રંગા વારંવાર મનાવે છે; કોઈ વખત તે નિર્ધન અને કાઇ વાર ધનાઢ્ય હોય તેવાં રૂપે મનાવે છે, કોઈ વાર તે શુદ્ધ સ્ફટિક જેવા નિર્મળ રૂપને અને કાઇ વાર અત્યંત મિલન રૂપને બનાવે છે. આવાં નવાં નવા રૂપ ધારણ કરનાર પતિને અનુભવ! તું કેવી રીતે મનાવીશ. ધન એટલે આત્મિક સંપત્તિ સમજવી અને નિર્મળ એટલે સામાન્ય દ્રવ્યમળથી રહિત અથવા જેટલા કર્મમળ ઉત્તરી જાય તેટલા પૂરતા નિર્મળ આ પ્રમાણે નિર્મળ શબ્દના અર્થ કરવાનુ કારણ એ છે કે સર્વથા નિર્મળ તા તે જ્યારે મેાક્ષમાં જાય છે ત્યારે જ થાય છે. નિર્મળતાના અંશને અહીં ગ્રહણ કરીને નિર્મળત્વ દેખાડયું છે. વ્યવહારમાં પણ બહું મેલવાળા શરીરને જરા સાષુ લગાડવાથી નિર્મળ થયેલ માનવામા આવે છે. આવી રીતે ધન અને મેલને અંગે જૂદાં જુદાં રૂપે ચેતનજી મનાવ્યા કરે છે, તેને એક સરખા નિયમ નથી અને તેના એક ધડા પણ નથી. આવી રીતે વિચિત્ર વર્તન કરતાં મારા નાથ કેવી રીતે મનાશે અને ઠેકાણે આવશે? અનુભવ! આવા પતિને તું કેમ સમજાવીશ તે મને કહે, તું ઘણા પ્રયાસ કરે છે પણ તારા પ્રયાસ કેવી રીતે સફળ થશે તે તું મને જણાવ. મારા પતિનું વર્તમાન ગાઢ મિથ્યાત્વ અને તેના અમ રંગો જોતાં તારા માર્ગમા બહુ મુશ્કેલી અને તે પતિનું વર્તમાન સ્વરૂપ વિચારતાં તારા પ્રયાસ મને લગભગ અશક્ય જેવા લાગે છે, માટે હવે તું એ સબંધમાં કેવી રીતે કામ લેવાનું ધારે છે તે મને ખરાખર જણાવ.
જણાય
છે અને
આ પદ્મને ટ મને મળી ગયા છે. તેના ભાવ લગભગ ઉપર કહ્યો તેજ પ્રમાણે છે. ટમાકાર આ ગાથાના અર્થ કરતા લખે છે કે આત્માને પુગળમાં લેાલીભૂત જોઈને અનુભવ એટલે
૩૭