________________
આનંદધનજીનાં પદ્મા.
[પદ
૧૮૮
જાવે છે કે આત્માએ પેાતાનુ સ્વરૂપ સમજી વારવાર વિચારવું જોઇએ, એના માક્ષ કાંઈ બહારથી આવવાના નથી, કાઇ અને મેક્ષ આપનાર નથી અને એ કોઈ પાસે યાચના કરવાથી મળતે નથી. અતાત્મભાવમાં સ્થિર થવાથી એ સર્વ વાત ખની આવશે એમ અનુભવનું શિક્ષણ છે. આત્મા પાતે જ આત્માને જાણે છે એ સુપ્રસિદ્ધ સૂત્ર છે. ચિદાનન્દ્વજી મહારાજ સવૈયામાં આ જ ભાવનું ગાન કરે છે તે નીચે પ્રમાણે:
·
આપ આપ કરે ઉપદેશ ર્યું, આપડું આપ સુમાગ આણે, આપ આપ કરે સ્થિર સ્થાનમેં, આપયું આપ સમાધિનેં તાણે; આપ આપ લખાવે સ્વરૂપ, લાગતથી સમતા નવ ટાણે, આપનું આપ સંભાત ચા વિધ, આપણા ભેદ તા આયહી જાણે આપ થઈ જગ જાળથી ન્યારી જ્યું, આપ સ્વરૂપોં આપસમાવે, આપ તજે સમતા સમતા ધર, સીલનું સાચા સસ્નેહ જગાવે આપ અલેખ અનેખ નિરંજન, પરિજન અંજન દૂર મહાવે, ચા વિધ આપ અપૂવ ભાવથી, આપણા સારગ આપહી પાવે આવી રીતે ચેતનજીને જે કરવાનુ છે, જે રળવાનું છે અને જે મળવાનુ છે તે સર્વે સ્વમાંજ છે, સ્વથી જ છે, સ્વદ્વારા જ લભ્ય છે. આવી જાતનું શિક્ષણુ એને અનુભવ આપે છે અને એક વખત સહજ અળકાટ થઈ જાય તાપણું તેથી બહુ લાલ થતુ નથી, પરંતુ કાયમ તેવા ભાવ ટકી રહેવાનું કારણ પણું અનુભવથી જ બની આવે છે. એક ભાવ સાધારણ રીતે ઝળકી જાય એમાં જરા વખત તા આનંદ થાય છે, પણ જો એ ટકી રહે તેા એની મીઠાશ બહુ આવે છે, તેવી રીતે અતરાત્મભાવ બની રહેવાનુ અને તેની મીઠાશ સતત આવવાનું કારણુ અનુભવથી મને છે. આ કારણથી આ પઢામાં અનુભવને ઉદ્દેશીને વારંવાર લેખ લખવામાં આવ્યા છે. ચેતના કહે છે કે અનુભવથી જેમ ચૈતનજીની અંતરાત્મદશા બની રહે છે એમ અનુભવ પ્રાપ્ત કરવાના માર્ગ સમતા અને તેટલા પૂરતી શુદ્ધ ચેતના છે અને તેથી અસ્પરસ અને એક ખીજાને હિત કરનાર છે, મદદગાર છે. સમતાથી અનુભવ આવે છે અને અનુભવથી સમતા ખની રહે છે. આ ભાવ ખરાખર સમજી માયામમતાના ત્યાગ કરી, અનુભવરસનું પાન કરી, ચેતનજી અને ચેતનાનેા વિરહ મટાડવા મનતા પ્રયત્ન કરવા.