________________
પચાસમુ] પતિમેળાપની મુશ્કેલી-અનુભવ તરફ ઉક્તિ ૫૮૯
જો તેમ ન કરતાં અનુભવને ધનાશ્રી કરવાનું કહેવામાં આવશે તે વળી કેટલાએ ભ સુધી પાછો પત્તો ખાશે નહિ. જેની ચેતના એટલી પ્રબળ થઈ ગઈ હોય કે એને પછી અનુભવને પણ ખપ રહે નહિ એ તે અનુભવને ધનાશ્રી કરવાનું કહે, આપણે તે તેને અહીં ધનાશ્રી કરવાનું કહેવા જતાં અતરાત્મભાવને જરા ઝળકાટ કદાચ થઈ ગયે હેય તે તેને પણ ધનાશ્રી કરાવવા જેવું થઈ જાય તેમ છે. આ સર્વે ભાવ વિચારી ચેતનજીને વિશુદ્ધ કરી તેને અતરાત્મભાવ પ્રગટ કરે, તેના જ્ઞાનાદિ ગુણો વિશેષ નિર્મળ કરે, માયામમતાદિક વિભાપર વિજય મેળવે અને એને વિષયકષાયની વિષમતા અને આત્મગુણની મહત્વતાને થાલ કરાવી એના અનુભવને જાગ્રત કરાવે. અત્યારે એને જે વિરહકાળ વર્તે છે અને જેને લઈને એ અત્યારે સ્થૂળ સંસારમાં રાજ્યમાં રહે છે તે દૂર કરી એનું અખંડ સચિદાનંદમય આનંદઘન સ્વરૂપ પ્રાપ્ત કરાવે એ પ્રાર્થના છે, એ વિજ્ઞપ્તિ છે, એ કર્તવ્ય છે. એ પ્રાર્થના જેણે સાંભળી છે, એ વિજ્ઞપ્તિ જેમણે સ્વીકારી છે, એ કર્તવ્ય જેણે આદર્યું છે તે સર્વ ઇદ્રિયાતીત અતિ વિસ્તૃત આમિક સુખ પ્રાપ્ત કરી નિરતરના આનદના જોક્તા થયા છે અને અખડ પુરૂષાર્થ અને દઢ ભાવનાથી એ સુખ આપ સર્વેને અપ્રાપ્ય છે એટલું ધ્યાનમાં રાખી એ આનંદઘનરસ પીવા કટિબદ્ધ થાઓ, એને માટે દીર્ઘ પ્રયાસ કરે અને એ મેળવી અનત સુખસાગરમા આત્મનિમજજન કરી આનંદઉર્મિઓમાં લેલ કરે. ઈતિ શમઃ
શ્રી આનંદઘન વિહિત પ્રથમ પચાસ પદપરનું વિવેચન અર્થ ભાવ
પાઠાંતર વિચારણાયુક્ત સમાસ