________________
૫૮૬ આનંદધનજીનાં પદે.
[પદ ટબાકાર આ ગાથાને ભાવ બતાવતાં કહે છે તેને આશય આ પ્રમાણે છે. અત્યાર સુધી જે આત્માનું વર્ણન કર્યું છે તે તે બહિરા
ત્મા છે એટલે એ પરપરિણતિને પોતાની માને છે, પગલિક ભાવમાં લેહુપતા રાખે છે અને ઉપર ઉપરની બાહા કિયામાં ઘેલા થઈ જાય છે. આવા બહિરાત્માને સમજાવવું તે કઠન પડે, ઘણુ મુશ્કેલ પડે, તેથી તેને મૂકી દઈને અતરાત્માને જાગ્રત કરી પરમાત્મભાવને વિચારવાની ખાસ જરૂર છે. એમાં અનુભવને ભજવાની ખાસ જરૂર એટલા માટે છે કે એને લઈ આવીને મેળવી શકે એ અનુભવ મિત્ર જ છે એ જ્યારે હોય છે ત્યારે તે ચેતનના બહિરાત્મભાવને દૂર કરી અતરાત્મભાવમાં તેની સ્થિતિ કરાવી, પરમાત્મભાવ તેની પાસે ભજાવી તેને આનંદઘનની સ્થિતિ મેળવી આપે છે. એ પ્રમાણે હેવાથી અહીં ચેતના અનુભવને કહે છે કે તું મારો મિત્ર છે અને હું તારી મિત્ર છું તેથી આપણુ વચ્ચે અંતર શું કરવા જણાવે છે, એ આંતરે હોય જ શામાટે? છે જ ક્યાં? ખરેખર એ આંતરે આપણી વચ્ચે હેય જ નહિમાટે હું અનુભવ! જે તમે મારું હિત વિચારતા હે તે હવે ક્ષણ માત્ર વિલબ ન કરે, હવે મારાથી પતિવિરહ ખાતે નથી, તેથી આનદના ઘન સધન મારા સામર્થ્યવાન આત્મારામ ભતોરને લાવીને મને મેળવી આપે, જે ન મેળવી આપો તે તમે પણું ધન્યાસી કરે એટલે કળાવંત ગાનારને શીખ દેવી હોય તે તેને કહેવામાં આવે છે કે ધન્યાસી કરે, એટલે તમને શીખ છે એ પ્રમાણે તમે પણ ધન્યાસી કરે, હવે અમે પોતે જ તેને મનાવી લેશું. અમે પણ બીજા ઘરના નથી (અમે પણ બીજા ઘરના નથી એમ છેવટે ટખાકારે શામાટે લખ્યું છે તે બરાબર સમજાતું નથી. મને એને ભાવ એમ લાગે છે કે તમે નહિ મનાવે તે તમને પણ શીખ છે, અમે અમારા પતિ સાથે સમજી લેશું, અમે ગમે તેમ કરીને આજ નહિ તે અમુક મુદતમાં વહાલાને મનાવી લેશું, અમે પણ પારકા ઘરના નથી. મતલબ પતિને સમજાવવા તમે પ્રયત્ન કરે તે ઘણું સારું, નહિ તે તમને પણ શીખ છે. આ ભાવ બતાવવામાં ચેતનાની કાંઈક મહત્વતા અને નરમાશ સાથે બતાવવા પ્રયત્ન કર્યો છે.)
આ પદની બીજી ગાથાને ભાવ સમજ જરા મુશ્કેલ લાગે