________________
પચાસ મુ. ] પતિમેળાપની મુશ્કેલી અનુભવ તરફ ઉક્તિ. પ૮૫ હોય તે મારી સાથે વિલાસ કરનારા છે તેમને લઈ આવીને મારે મેળાપ કરાવી આપ, મારે વિરહ ૨ કર અને મને વર્તમાન રાતનામાંથી છોડાવ અને નહિ તે પછી તે ધનાસી કર, ચાલતે થા, રસ્ત પકડ મારે કાંઈ તારું બીજું કામ નથી. હું મિત્ર હોવા છતાં તને આટલી વિજ્ઞપ્તિ કરું છું અને તું મિત્ર છતાં મારું એટલું પણ કામ કરતો નથી તે પછી મારે તારું કામ નથી, તારે જોઈએ ત્યાં જ. આપણે સંબંધ જતાં તારે એમ કરવું ઉચિત નથી, છતાં તે જે એમ જ વર્તવાને છે તે તારી ઈચ્છા, તારે જોઈએ ત્યાં જા.
આત્માને અનુભવજ્ઞાન થાય ત્યારે તે સમતા નજીક જઈ શકે છે અને સમતાની નજીક જાય ત્યારે તેની ચેતના વિશુદ્ધ, વિશુદ્ધતર થતી જાય છે. વળી અનુભવ હોય તે સમતા બની રહે છે, નહિ તે ચાલી જતી વખત લાગતું નથી. આવી રીતે અનુભવ અને સમતાને બહુ નજીક અને અરસપરસ એક બીજા ઉપર કાર્ય કારણરૂપ સ્નેહસંબધ છે. આ ગાથાને ભાવ એ છે કે અનુભવ દ્વારા સમતા પ્રાપ્ત કરવી અને ચેતનજીએ પોતાનું સહજ સ્વરૂપ પ્રગટ કરવું
જ્યારે ગવૈયાની ટળી ગાવા બેઠી હોય છે ત્યારે એ રિવાજ છે કે ગાન બધ કરવું હોય ત્યારે એમ કહે કે હવે ધનાશ્રી કરે એટલે હવે છેલ્લે ધનાશ્રી રાગ બેલી ગાવાનું કામ આટોપી લે આપણું દેવમંદિરમાં રાત્રે જે પ્રમાણે વધાઈ બેલવાને રિવાજ છે (જે વધાઈ પણ ઘણું ખરું ધનાશ્રી રાગમાં જ હોય છે, તેવી રીતે ગવૈયાઓ પણ છેવટે ધનાશ્રી લે છે. એ God Save the King નેશનલ એન્થમ જેવું છેવટતું ગીત સમજવું. શ્રીયશવિજ્યજીકૃત સાડાત્રણસે ગાથાના સ્તવનની છેલ્લી હાલ જેમ સંપૂર્ણતાસૂચક ધનાશ્રી રાગમાં છે તેવી રીતે બીજા પણ રાગના ગ્રંથમાં છેલ્લે ધનાશ્રી રાગ આવે છે, પૂજાઓમાં બહુધા તેમ જ હોય છે. અહીં ચેતના ધનાશ્રી રાગમાં ગાન ગાતાં અનુભવને કહે છે કે તમે ગમે તેમ કરીને પતિને લઈ આવી મારે મેળાપ કરાવે અને નહિ તે પછી ધનાશ્રી કરે એટલે તમે વિદાય થઈ જાઓ, હાલ તુરતને માટે એ વાત પડતી મૂકે. જે મહેનત કરવાથી પતિ મારે મંદિરે પધારે નહિ અને તમે પણ મોંઘા થતા હે તે પછી હાલ એ વાત જવા દેવી એ જ ઠીક છે.