________________
આનદયનછના પદે. ૫૮૪
[પદ લાવીને માર મેળાપ કરાવી આપે નહિ તે ( તમે પણ ચાલવા માંડા
ભાવ–હે અનુભવી તું મારા હિત કરનારે છે, મારે ઈષ્ટ મિત્ર છે અને હું તને હિત કરનારી છું. મારા અને તારા વચ્ચે અંતર શું છે? તે તે જણાવ. હવે પતિને મારે મંદિરે લઈ આવવા માટે તેને મનાવવા હું તને આટલી વિજ્ઞપ્તિ કરું છું તે પણ ખરી મિત્રતામાં કરવાની જરૂર હોય જ નહિ જયાં નેહ હોય ત્યાં તે અરસ્પરસ એક બીજાનું કામ કરવું એ મિત્રની ફરજ છે, એમા પછી કઈ આંતર રાખો જોઈએ નહિ અને મિત્ર તરફથી વિજ્ઞપ્તિ થવાની અપેક્ષા પણ રાખવી જોઈએ નહિં અને ત્યાં સુધી કામ કરવાની રાહ પણ લેવી જોઈએ નહિ હું સારી રીતે જાણે છે કે અનુભવજ્ઞાન થયા પછી ચેતનજી સુમતિ અથવા સમતાને મદિરે પધારે છે, સમતા તેની પૂર બહારમાં પ્રકાશે છે અને ચેતના પણ વિશુદ્ધ થવા માંડે છે અને ચેતના વિશુદ્ધ થવા માંડે એટલે અનુભવ બન્યા રહે છે. આવી રીતે એક બાજુએ સમતા અથવા ચેતના અને બીજી બાજુએ અનુભવ એક બીજને બહુ હિત કરનાર અને લાભ કરનાર થાય છે અને તેથી ચેતના અનુભવને અહીં કહે છે કે તું મને હિત કરનાર અને હું તને હિત કરનાર છું છતાં હું કેટલા વખતથી તારી પાસે વિજ્ઞપ્તિ કરું છું કે પતિને તું મારી પાસે લઈ આવ અને મારે માદરે તેમને સ્થાપન કર, તેમાં તું ભાવ કેમ ખાય છે? વિલબ કેમ કરે છે? તારી ફરજ છે કે મારી વિજ્ઞપ્તિ વગર પણુ તારે મારું કામ કરી આપવું જોઈએ, કારણ કે એમ કરવું એ મિત્રધર્મ છે તું જાણે છે કે પતિ હાલ જે વિભાવદશામાં વતે છે તે સર્વ રીતે નુકશાન કરનાર છે, તેને પોતાને પણ તેથી ખેદ થાય તેવી એ બાબત છે અને સર્વથી વધારે કમનશીબ વાત તે એ છે કે વિભાવદશામાં ચેતન માયામમતાના મંદિરે પડ્યા રહે છે અને મારી હાસી કાવે છે. આ પ્રમાણે સ્થિતિ છે એ તું જાણે છે, માટે તે અનુભવ! તું આનંદઘન પ્રભુ–મારા સચિદાનંદસ્વરૂપી ચેતનપતિ જેઓ અત્યારે તે સર્વ રીતે મહા દુઃખકારક સ્થિતિ અનુભવે છે, પરંતુ જેઓ રવરૂપે આનદના સમૂહ છે, જેઓ આત્મિક સુખના ભોગી છે અને જેઓને વર્તમાન ઉપાધિ ન વળગી