________________
૫૮૨ આનંદઘનજીના પદો,
[ પદ કા પડે છે. આવા મારા ચેતનરાજ પતિને તે અનુભવ તું કેવી રીતે મનાવીશ?
આ ગાથાને ભાવાર્થ વિષમ છે એમ ગુરૂ મહારાજ પણ કહેતા હતા. એનો એક આશય તે સ્પષ્ટ રીતે બહાર આવે છે અને તે સબંધથી પણ બરાબર ઘટે તે છે. એ ચેતનજીને અવિનાશી કહેવામા આવે છે છતાં એ ઘણું વિચિત્ર રૂપ ધારણ કરે છે તેથી અનુભવને ચેતના બતાવી આપે છે કે એ ચેતનને ઠેકાણે લાવવામાં ઘણી મુશ્કેલી જણાય છે. એ સ્પષ્ટ ભાવને બતાવવા ઉપર પ્રયત્ન કર્યો છે અને બનતા સુધી દરેકે દરેક શબ્દનો અર્થ કરી વરચે શબ્દ અધ્યાહાર બતાવી તે અર્થ કર્યો છે. કવિને આશય એ જ હશે એમ તે. કહી શકાય નહિ, પણ સંબધ ઉપરથી એને મળતે આશય હવે જોઈએ એમ ધારી શકાય છે. આત્માને હિતકારી કાર્ય આત્માએ જ કરવું જોઈએ તે સબંધમાં ધર્મદાસ ગણિ લખે છે કે
હમણા જાજા બજા, લક્ષદિગો મજા પણ, ____ अप्पा करेइ ते तह, जह अप्प सहावहं होइ.*
આત્મા જ યથાસ્થિત રીતે પોતાના આત્માને જાણે છે તેથી આત્મસાક્ષીએ કરેલે ધર્મ પ્રમાણ છે, તેથી આત્માએ જે કિયા અનુકાન આમને સુખકારક હોય છે તેવા પ્રકારેજ કરવાં કે જે આત્માને સુખ આપનાર હોય. આવી રીતે ચેતનને હિતકારી કાર્યો કરવાની ઈચ્છા રાખવી ઉચિત છે અને તેહિત શું છે તે આત્માને બરાબર જાણવાથી અને પુગળ અને ચેતન વચ્ચે તફાવત સમજવાથી જ ગ્રાહામાં આવે છે. આ પ્રમાણે હોવાથી લોકરંજન કરવા માટે ધાર્મિક કાર્ય કરવાની પ્રચલિત રીત છેડી દઈને આત્માને વાસ્તવિક હિત જેથી થાય તે કાર્ય શિધી સમજી તેવાં કાર્યો કરવામાં ઉઘત થવાની ખાસ જરૂરીઆત અન્ન બતાવી છે. ખેટાં ખાતાં ખતવવાની આ વાત કરી છે તે એકલા માયામમતાના જાણીતા પ્રસંગમાં જ બને છે એમ ન સમજવું, ઉપચોગ વગર આત્મસાક્ષિક ધર્મક્રિયા કરવામાં આવે નહિ તે શુભ સાધનક્રિયાઓમાં પણ ઘણી વાર મેટાં ખાતાઓ ખતવવામાં આવે છે એ જરા મારિક અવકન કરીને જેવાથી સમજાઈ જશે. અમુક
• ઉપદેશમાળા-ગાથા ૨૩ મી