________________
પ૭૫
ઓગણપચાસમુ] પતિમેળાપ માટે યાચના. મને મારા કાર્યમાં ઉત્સાહ આવે. હાલ તે મને મારા શરીર ઉપર કે ઘર ઉપર પણ પ્રેમ થતું નથી. મને મારાં કઈ પણ કાર્યમાં રસ આવતું નથી અને મને ઉપર ઉપરના નેહ તરફ પણ ભાવ થત નથી. આનંદઘન પ્રભુ આધ્યાત્મિક પ્રેમ લાવી મારે હાથ પકડે, મારા પતિને વર્તમાન વિભાવદશામાંથી ઊંચા લાવે, તેઓની પરિણતિ સુધારે અને પછી જે મારે અને પતિનો મેળાપ કરાવી આપે તે મને મારા કાર્યમાં હોશ આવે અને પછી પતિવિરહકાળ પૂરો થવાથી પતિપરિચયમાં સદા તત્પર રહી તેઓ સાથે આધ્યાત્મિક આનંદ
ગયું. આવી જ્યારે મારી સ્થિતિ થાય ત્યારે મને સ્વાભાવિક રીતે મારા દરેક કાર્યમાં ઉત્સાહ આવે. - ચેતન જ્યાંસુધી સાંસારિક અથવા પદગલિક દશામાં હોય છે ત્યાં સુધી તે કઈ ધર્મકાર્ય કરે છે તે તેમાં પણ તેને રસ આવતે નથી. જે પ્રેમ તેને પૈસા કમાવામાં કે ઈન્દ્રિયના વિષયે ભેગવવામાં આવે છે તે તેને દેવપૂજા, આવશ્યક ક્રિયા કે પાષાદિમાં આવતું નથી. એવે તે સર્વ ક્યિા કરે છે, પરંતુ એમાં રસની જમાવટ થતી નથી. જ્યારે એ આનંદસ્વરૂપ થવાનું શુદ્ધ લક્ષ્ય કરે છે ત્યારે તેને પિગલિક પદાર્થોની વિરસતા સમજાય છે અને પછી આધ્યાભિક રસ તેને સદ્વર્તનમાં અને આત્મિક સહજ ગુણમાં આવે છે– ત્યાર પછી એ વિશુદ્ધ માર્ગના સાધનધ કરે છે તેમાં પણ તેને એટલે ઉત્સાહ આવે છે કે તેને ખ્યાલ સ્થલ દષ્ટિમાં વર્તતા ને આવ લગભગ અશક્ય છે. આ દશાને આનંદઘન ભગવાન બાંહ પકડે એવી દશા તરીકે વર્ણવી છે. એવી દશા પ્રાપ્ત કરવાનું સાધ્ય નિરતર લક્ષ્યમાં રાખવા અને તેને માટે દઢ મનથી યાચના અને વિચારણા કરવાનું આ પદમાં મક્કમ રીતે સૂચવન છે. બાહ્ય દશાના ભામાં આ જીવ એટલે લપટાઈ ગયેલું રહે છે કે જ્યાં સુધી તેવી દશાનું સ્વરૂપ બરાબર વિચારે નહિ અને તેની અને શુદ્ધ આંતર દશાની વચ્ચેનો તફાવત સમજે નહિ ત્યાં સુધી તેનું સાધનકાર્ય શુદ્ધ દશાપ્રાપ્તિની અપેક્ષાએ કાંઈ પણ ફળ આપે નહિ. બાહ્ય ભાવ તજી નાથને મળવા પ્રયત્ન કરે અને દરેક વિશુદ્ધ સાધનધર્મમાં પણ લક્ષ્ય ધ્યાનમાં રાખી ઉત્સાહ લાવે.