________________
૧૪
આનંદધનજીના પદ
- [ પ
·
રીતે કેાને પસંદ આવે નહિ એ જાણીતી વાત છે અને ચેતનાને તો એ પસંદ ન જ આવે, કારણ કે તેથી તેને શુદ્ધ સ્વરૂપે પતિને મળવાન સમય વિશેષ દૂર થતા જાય છે. આવી રીતે શ્વેતુ ઉપર ગેહ ઉપર સ્નેહ ઉપર અને કુટુંડાગાર ઉપર ચેતનાને રેખા માત્ર પણ પ્રેમ ઉપજતા નથી. મારા ગુરૂ મહારાજ કહે છે કે અહીં ભાવે ને મઠ્ઠલે માવે પાઠે બીજી પંક્તિમા જોઈએ અને જે જીમાંથી તે પાસે પ વાંચ્યાં તેમાં ‘દુહાગાહા' પાઠ હતા. માવે પાઠે કોઈ પણ પ્રતમાં નથી. તેમના કહેવા પ્રમાણે આ બે પંક્તિના ભાવ નીચે પ્રમાણે થાય છે. જ્યાંસુધી પ્રાણી મિથ્યાત્વના મઢમાં માર્ચલે હૈાય છે ત્યાંસુધી તે પેાતાના શરીરમાં પણ માતા નથી એટલેા પુલી રહે છે, અરે તે ફુલીને પાતાના ઘરમાં પણ માતા નથી અને તેના મિથ્યાત્વપરના પ્યાર એટલા અપાર છે કે તે પ્યાર પણ કોઈ સ્થળે માતા નથી મિથ્યાત્વના પ્રેમમાં આસક્ત પ્રાણીએ સત્ય સ્વરૂપ સમજી શકતા નથી તેથી ઉપર ઉપરનું જ્ઞાન થતાં મદમાં ફુલાઈ જઈ પાતાના શરી૨માં પશુ માતા નથી. શરીર શું પણ પાતાના ઘરમાં પણ સમાઈ શકતા નથી. મિથ્યાત્વના મઢમાં ચકચૂર થયેલાની આવી સ્થિતિ આપણે ઘણીવાર જોઈએ છીએ. કોઈ પણ ધર્મના અનુયાયીને જોતાં અને તેની વિચારણા વગરની ધર્મની વાત તથા લડાઈ સાઁભળતાં મનમાં આ આખતની ખાસ પ્રતીતિ થાય છે. ધર્મની બાબતમાં તે એટલા મતઆગ્રહી થઈ જાય છે કે પોતાથી અન્ય ધર્મના બ્રુહાગાથા હાય તે પણ તેને સાંભળવા ગમતા નથી. ‘માયડી મુને નિરપખ કીણુહી ન મૂકી” એ વાત કરતાં ઉપરના અડતાળીશમા પટ્ટમાં આ વાત અતાવવા યત્ન કર્યો છે તેથી અન્ન વિશેષ વિવેચન કરવાની જરૂર રહેતી નથી. ‘માવે પાઠે લેવાથી પ્રથમ બે પંક્તિને આ પ્રમાણે અર્થે થાય છે.
હવે તો આનંદધન પ્રભુ-મારા નિર્લેપ શુદ્ધ પતિ મારા હાથ પકડે, મને આવી કફોડી સ્થિતિમાંથી અચાવી લે એટલે મારા પત્તિ શુદ્ધ વસ્તુવરૂપ સમજી મિથ્યાત્વ દૂર કરી મારે મંદિરે પધારે, અથવા આનંગ્રંથન પ્રભુ મારા પતિને સ્વરૂપ સમજાવી તેમનુ મિથ્યાત્વ દૂર કરે અને પતિને અત્યારે માયા મમત્તા ઉપર જે સ્નેહ છે તે દૂર કરાવી દે તે