________________
૫૬૭
ઓગણપચાસમું] પતિમેળાપ માટે યાચના. સાધુએ પિતાપિતાની ફરજ બજાવવી ઉચિત છે. અન્ય આશ્રમની ફરજો બજાવવા જતાં જરૂર હાનિ થાય છે. એની સાથે જ જ્યારે બે મટી ફરજોની વચ્ચે પસંદગી કરવાનો પ્રસંગ આવે ત્યારે વળી બહુ વિચાર કરવો પડે છે. જનસમૂહના લાભ ખાતર સ્વલાભ લેગ આપ પડે તે પ્રસંગે બે કરો વચ્ચેના લાભાલાભની તુલના થાય છે, તેવી જ રીતે સાંસારિક સ્થળ લાભ અને આંતરિક આધ્યાત્મિક લાભના પ્રસંગે એ ફરજોમાંથી કેને વધારે માન આપવું એવા પ્રશ્ન વખતે સ્વધર્મના ઉપરોક્ત સૂત્રની વિચારણા થાય છે. ભારત ચકવતીને તાત પ્રથમ પૂજ્ય કે ચકરા પ્રથમ પૂજ્ય એ સવાલ ઊભું થયે હતે. ‘તાત ચક ધુર (પ્રથમ) પૂજ્ય, ચિંતા એહ હુઈરી એ પ્રમાણે મલ્લીનાથજીના સ્તવનમાં યશોવિજયજી મહારાજ પ્રશ્ન મૂકી લૌકિક ફરજ અને લકત્તર ફરજ વચ્ચેનો સવાલ ચચી ભરત ચક્રવર્તીને નિર્ણય બતાવે છે. ચક્રવતી તરીકેની લૌકિક ફરજ અને આદિનાથ તરફની આંતરિક ફરજને નિર્ણય લોકોત્તર રીઝના લાભમાં ઉતરે છે તે સ્વધર્મમાં કેટલે ઊંડા વિચાર બતાવે છે તે તપાસવા
ગ્ય છે. આવા વિચારપૂર્વક મહાન સવાલનો નિર્ણય કરવાના વિશુદ્ધ સૂત્રને ધર્મ એટલે દર્શનના અર્થમાં સમજાવી બાપદાદાના ધર્મમાં મરણ થાય તે સારું, પરધર્મ આદરવાથી ભય થાય છે એમ બતાવવા પ્રયત્ન કરે એ રમતને દુરાગ્રહ, સત્ય સમજવા તથા જાણવા તરફ ઉપેક્ષા અને તેના પરિણામ તરીકે સંસારચકભ્રમણ બતાવી આપે છે. જ્યાં ધર્મના ઉપદેશકે આ મતઆગ્રહ રાખે અને વિશુદ્ધ માર્ગ જાણવા કે બતાવવાના અખાડા કરી જાય ત્યાં પછી તેઓએ કરેલું અંજન અથવા બતાવેલ સ્નાનાદિ માગપર શુદ્ધચેતનાને કેવી રીતે પ્રેમ થાય? આ પ્રમાણે વસ્તુસ્થિતિ છે. પતિવિરહમાં ગાંડી થયેલ શુદ્ધચેતના દરેકની પાસે જઈ પતિમેળાપ કરાવી આપવાની યાચના કરે તેને જે ચગ્ય જવાબ ન મળે તે પછી હજુ સસારદશા ઓછી થઈ છે એમ કહી શકાય નહિ. કર્તવ્ય એ છે કે રૂઢ વિચારે મૂકી દઈ વિશુદ્ધ માર્ગ શોધી કાઢી આત્માની તે માર્ગે પ્રગતિ કરાવવી અને આંતરિક લાભ ખાતર ગમે તેવા સ્થળ લાભેને ભેગ આપ. એવા પ્રસંગમાં બાપદાદાના ધર્મની દ્રષ્ટિથી વિચાર