________________
પ૬૪ આનંદઘનજીનાં પદે.
[ પદ બસુવર્ણ જેવા રંગવાળા (ડાઘ વગરના) મારા પતિ સાથે મારે કઈ પણ મેળાપ કરાવે. આંજણરેખા અખાને પસંદ આવતી નથી અથવા અજન રેખાવાળી આંખ મને પસંદ આવતી નથી અને નાનના માથાપર તે અગ્નિ પડે. (મને એ સર્વ કાંઈ ગમતું નથી, મારા પતિને મેળાપ મને ઈષ્ટ છે.)
ભાવ-સુમતિને માયડી કહીને ચેતનાઓ ઉપર જે વાત કરી તે સમતા તે સારી રીતે જાણે છે, પરંતુ ચેતનાના પક્ષધર્મની વાત પુટ રીતે સાંભળ્યા પછી તેને મનમાં વધારે ખેદ થવા લાગ્યા. તેમાં ત્યારે સખી ચેતનાએ કહ્યું કે આનદઘન પ્રભુ બાંહડી ઝાલે, બાજી સઘળી પાલે ત્યારે તે તેને પણ વિચાર કરવાથી ખાત્રી થઈ કે આનંદઘન પતિ હવે કઈ પણ રીતે ચેતનાની બાંહ પકડે તે સારું. હવે તે સર્વને માટે પ્રથમ તે પોતાને અને પોતાના પતિને મેળાપ થવું જોઈએ. અહીં તેથી સુમતિ અથવા સમતા એ મેળાપ કરાવી આપવા વિજ્ઞપ્તિ કરે છે. , અનુભવ, ચતિધર્મ વિગેરેમાંથી જે કઈ મેળાપ બનાવી આપી શકે તેમ હોય તે સર્વને ઉદ્દેશીને આ પિતાની સ્થિતિ દર્શાવનાર આખું પદ સમતાના સુખમાં મૂકવામાં આવ્યું છે. ચેતના આ પદ પૂર્વના પદના અનુસંધાનમાં બોલે છે એ ભાવ લેવામાં આવશે તેપણુ અર્થ બરાબર બેસશે. પદને ભાવ પ્રથમ સ્થૂળ દષ્ટિએ અને પછી આધ્યાત્મિક દ્રષ્ટિએ વિચારીએ. એ ભાવ વિચારવાથી બહુ આનંદ થાય તેવી કેટલીક હકીકત અત્ર બતાવી છે.
સમતા કહે છે કે મારા પતિ શુદ્ધ સુવર્ણ જેવા વર્ણના અથવા ડાઘ વગરના છે એની સાથે હવે તે કે મારે મેળાપ કરાવી આપે. મારાથી પતિનો વિરહ સહન થતું નથી અને પતિ વિરહમાં મને આંખમાં અંજન આંજવું ગમતું નથી અથવા અંજનની રેખાવાળી આખે મને ગમતી નથી અને નાન વિલેપનાદિ તે એવાં અપ્રિય થઈ પડ્યાં છે કે તેના ઉપર આગ લાગે તે બળી જાઓ; પતિવિરહથી હું એવી ઉદાસ થઈ ગઈ છું કે મને કેઈ શણગાર સજવા ગમતા નથી. શરીરે સ્નાન કરવું, વિલેપન કરવું, વસ્ત્ર પહેરવાં, આંખમાં આંજણ આંજવું એ કાંઈ મને પસંદ આવતું નથી. પતિવિરહથેલી