________________
પ૪૬ આનંદઘનજીનાં પદે.
પદ આવી રીતે અનેક જગોપર હું ગઈ તે ત્યાં એકમનવાળા મે યા નહિએક મતમાં અને બીજા મતમાં ભેદ, એક મતની અંદર પણ વિચારઐક્યતાની ગેરહાજરી અને જ્યાં વાસ્તવિક ચર્ચા કરવાને પ્રસંગ આવે ત્યાં મૂળ સવાલને વિસારી દઈ શબ્દની મારામારી જોવામાં આવી. એક સરખા વિચારવાળે, ન્યાયપુર સર દરેક કટિની તુલના કરનારે, અરસપરસ દલીલોને સંબંધ વિચારી શાંત મગજે હકીક્ત સમજનારે કઈ મારા જેવામાં આવ્યું નહિ. વાદવિવાદમા મારામારી, સત્ય સમજવાની સ્થિરતાને અભાવ, સ્વમસ્થાપન માટે અનેક પ્રકારના વિચિત્ર પ્રયાસ અને પરમતસહિષ્ણુતાની અથવા તેને સત્યાંશ સ્વીકારવાની પણ જહાજરી મારા જેવામાં આવી. ચેતનજી પણ ઉપર ઉપરથી ખેદ કરે છે અને જુએ છે, વસ્તુધર્મનું સ્વરૂપ સમજવા ઉંડાણમાં પ્રવેશ કરતા નથી અને દંભ, માયા અને સસાર આસક્ત પ્રાણુઓ ઉપર ઉપરથી ત્યાગી હવાને ડાળ ઘાલી મારા પતિને અનેક પ્રકારે ફસાવે છે તેમાંથી તેઓ સત્ય જોઈ શક્તા નથી, તારવી શક્તા નથી, સમજી શક્તા નથી અને આવી રીતે હું તે ઘણી જગાએ ગઈ પણ ત્યાં કેઈન એક સરખા અભિપ્રાયવાળા જોયા નહિ. એકમનેને બદલે એકમતે એક મતવાળે, ચેક્સ અભિપ્રાયવાળ મે કઈ જ નહિ એ પાઠ હોય તે વધારે બંધબેસતા આવે એમ લાગે છે, પરંતુ એ પાઠાંતર કઈ પણ પ્રતમાં નથી. એનો અર્થ એક સરખા અભિપ્રાયવાળે એમ થાય છે. આત્મા સંબંધી જ્ઞાનમાં મેં હે માડી! અન્ય જગાએ હજુ સુધી એ એક પણ માણસ નથી જે કે જેના જ્ઞાનમાં આગળ પાછળ અથવા અરસ્પરસ વિરાધ ન આવતા હોય. આત્મા જે જ્ઞાનથી વિશુદ્ધ થાય, તેનું સ્વરૂપ સ્પષ્ટ સમજાય અને તેમાં કઈ પણ પ્રકારનો વિરોધ ન આવે તે સ્થાપન કરનારને “મતા કહેવે સુક્ત છે, બીજા કુમત કહેવાય. આવી રીતે જેને મત કહી શકાય, મતના નામને ચે૫ હેાય એ કે મારા જેવામાં આવ્યું નથી. મારા પતિ અનેક નાચ નાચ્યા, તેમણે અનેક વેશ ધારણ કર્યા, તેમણે જુદાં જૂદાં દર્શનોને અભ્યાસ કર્યો, પરંતુ એ સર્વેમાં સર્વ સત્વગ્રાહી મત મારા જેવામાં આવ્યું નહિ. અથવા પાઠાંતર વિચારીએ તે મે