________________
અડતાળીશમુ. ચેતનાની નિષ્પક્ષતા-દર્શનવૈચિત્ર્ય. ૫૪૭ કોઈને નિષ્પક્ષ જે નહિ. જે જે મારા સંબંધમાં આવ્યા તે સર્વ પિતા પોતાના મત ખેચતા હોય એમ જોવામાં આવ્યું છે. કદાગ્રહથી સ્વમતસ્થાપનાને દઢ આગ્રહ અને સત્ય સમજવાની ઉપેક્ષા મે તે સર્વત્ર જેઈ છે. જ્યાંસુધી ચેતનજી ઉપર ઉપરના ખેલ કર્યા કરે ત્યાં સુધી તે નિષ્પક્ષ અને નહિ અને તેનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ થાય નહિ. પદના લખનારે આ પક્ષવાદમાં સર્વ મતને લઈ લીધા છે તે તેઓને નિષ્પક્ષપણું બતાવી આપે છે. ખૂદ જૈન મત જેના અનુથાયી કવિ છે તેના સંબંધમાં પણ તે કહે છે કે જે ત્યાં ચેતનાને જાગ્રત કરવાનો ઇરાદો હોય તે સત્ય સ્વરૂપ પ્રાપ્ય છે, પરંતુ જે ત્યાં પણ ચેતનાને ઘર ઘરને ધંધે વળગાડી દીધી તે પછી તેનું કાંઈ રહત નથી અને તેને નિષ્પક્ષ થવાને પ્રાપ્ત થયેલ પ્રસંગ તે ગુમાવી બેસે છે. જે વિશાળ દૃષ્ટિથી આ હકીક્ત આનંદઘનજી મહારાજે લખી છે તે બરાબર વિચારવા લાગ્યા છે.
આવી રીતે જેનાં મનમાં જેમ આવ્યું તેમ તેઓ મારી સાથે વત્ય. મને સ્થાપનાર, ઉત્થાપનાર, ચલાવનાર કે રાખનાર સર્વ ઘરઘરના ધંધા કરે છે, પરંતુ એના સાક્ષી શોધીએ તે કઈ મળે તેમ નથી. એક હકીકત સ્થાપન કરવા માટે જેમ ન્યાયાસન પાસે સાક્ષી રજુ કરવા પડે છે અને સાક્ષીની તપાસ અને ઉલટપાલટ તપાસ ઉપરથી સત્ય શોધી કાઢવામાં આવે છે તેવું અને કાંઈ નથી. અત્રે તે એકની વાત બીજો ઉપાડી મૂકે છે, સર્વ પિતપતાને ઠીક લાગે તેમ હાંકે છે અને કોઈ એક બીજાના સત્યના અશને માટે થતી પ્રતીતિ પણ કબૂલ ન કરતાં પિતતાની વાત જ કર્યા કરે છે. આવા દુરાગ્રહને લીધે હે માડી! હું નિષ્પક્ષ રહી શકી નથી.
સર્વ સત્યના અશ સમજનાર અને નય તથા પ્રમાણુના જ્ઞાનની વાતે તર્કથી ગળે ઉતરી શકે તેવી દલીલ કરનાર શ્રીજિનેશ્વરના સર્વે સત્યગ્રાહી જ્ઞાનમાં પણ જે ઘરના બધા ખાતર ચેતનાને પ્રેરવામાં આવે તે તે એકપક્ષી બની જાય છે. ઉપર ઉપરની ધામધુમ, ગચ્છના તકરારે અને મતમતની લડાઈઓથી ચેતનાની સ્થિતિ ત્યાં પણ કેવી થઈ ગઈ છે તે અવલોકન કરીએ તે આપણે સમજી શકીએ તેમ છે. આવી રીતે હે માડી! હું તે જ્યાં ગઈ ત્યાં મારે અનેક દુખ