________________
આનંદઘનજીનાં પદે. ૫૫૦
[પદ જાય છે. આવાં કારણને લઈને મારે તે ગુપચુપ બેસી રહેવું પડે છે અને મારા પતિ મહારાજાના રાજ્યમાં એટલા આસક્ત બની ગયા છે કે તેઓ તે જેમ કહે તેમ હાજી હા કરે છે. મારે ચેતનાને પણ તેમની સાથે ઘસડાવું પડે છે. આપને સુવિદિત છે કે હું પતિથી જાદી નથી, પતિ જાય ત્યાં મારે જરૂર જવું તે પહેજ છે અને પતિ કહે તેમ કરવું પડે છે. પતિ તે હાલ મેહરાજાના રાજ્યમાં તેઓ કહે તેમ કરે છે, તેઓના નચાવ્યા નાચે છે અને તેના હુકમ ઉઠાવે છે બિચારા ભૂલી જાય છે કે આ વિભાવમિત્રે તે પારકા છે અને તજી જનાર તથા તજવા ચોગ્ય છે. અને આ ભૂલને પરિણામે મારે પતિ સાથે મહારાજા સામે લડવાને બદલે તેઓના હુકમ માન્ય કરવા પડે છે અને તેને લઈને પતિ નિરંતર દબાયલી સ્થિતિમાં સડેવાથલા જ રહે છે.
ચેતના એના શુદ્ધ સ્વરૂપમાં હોય તે અતિ વિશુદ્ધ છે, નિર્મળ ટિક રત્ન જેવી છે, પરંતુ ચેતનજી જ્યારે વિભાવદશાના અંકુશમાં હોય છે ત્યારે ચેતનાનું શુદ્ધ સ્વરૂપ પ્રકટ થતું નથી. નિષ્પક્ષ રહેવા માટે વધુ સ્વરૂપના સમ્યગ જ્ઞાનની ખાસ આવશ્યકતા છે, જ્યાં સુધી ચેતનજી મિથ્યાત્વની અસર નીચે હોય છે ત્યાંસુધી એને તરવધિ થતું નથી અને તેથી એકાત રવરૂપ શોધવા અને વિચારવામાં પિતાની બુદ્ધિને ઉપયોગ કરે છે અને મતિક૫નાથી ચાલ્યો જાય, છે. આ પ્રસંગે તે ઉપર જણાવ્યું તેમ સત્યના અશને પૂર્ણ સત્ય સમજી તેના ઉપર મકકમ રહે છે અને સસારસમુદ્રમાં અટવાયા કરે છે જ્યાં સુધી પ્રમાણ જ્ઞાનયુક્ત સત્ય સ્વરૂપ સમજાય નહિ ત્યાંસુધી શુદ્ધ સ્વરૂપજ્ઞાનની પ્રાપ્તિ થાય નહિ અને તેમ બને નહિ ત્યાંસુધી ચેતના કદિ નિષ્પક્ષ થઈ શકે નહિ. એ તે દરેક બાબતમાં એવે પ્રસગે એક બાજુપર ઢળી જાય છે અને મિથ્યાજ્ઞાન ચેતનજીને તે બાજુપર એવા આગ્રહી બનાવી દે છે કે પછી તે શુદ્ધ વરતુ જ્ઞાન પ્રાપ્ત કરવાની સ્થિતિમાં પણ ઘણું કાળ સુધી આવી શકતો નથી અને તે વખતે મેહરાના પિતાનું જેર એવા પ્રબળપણે વાપરે છે કે ચેતના કાંઈ બલી પણ શકતી નથી અને ચેતનજી મિથ્યાજ્ઞાનની અસરમાં રહીને વસ્તસ્વરૂપ વિચારી શક્તા નથી.