________________
Ha
અડતાળીશ.] ચેતનાની નિષ્પક્ષતા-દર્શનવૈચિય. ૫૫૯ વાળા પ્રાણીઓ અહીં પણ નિશ્ચયની પિષણા જશે, પરંતુ અત્ર એવું કાંઈ પણ નથી. જે આવી સામાન્ય બાબતને પણ નિશ્ચયપષણું તરીકે ગણીને વિચારવામાં કે ઉવેખવામાં આવશે તે સમજવું કે આપણું પણ નિષ્પક્ષપણું હજી પ્રગટ થયું નથી અને હજુ ઘણું ભ સુધી આનંદઘન પ્રભુ હાથ પકડે એવી સ્થિતિમાં મૂકાવાની આપણી તીવ્ર અભિલાષા થઈ નથી.
આનંદઘન મહારાજે પ્રખર ભાષામાં પ્રૌઢપણે અહીં વિચારે બતાવ્યા છે અને ઉદરભરણાદિ નિજ કાજ કરતાં પ્રાણીને કળિકાળમાં મેહની રહેલ છે એમ ચૌદમા અનંતનાથજીના સ્તવનમાં કહ્યું છે, એવા મક્કમ વિચારના લેખકેને બરાબર સમજવાની ખાસ જરૂર છે. જે ઊંચી હદના વિચારે તેઓ બતાવે છે તે કેટલીકવાર આદ્ય દષ્ટિ છના ગ્રાહામાં પણ આવી શકતા નથી અને તેથી તે વિચારે નિશ્ચયનયના છે એમ કહેવામાં આવે છે. વસ્તુતઃ આવા વિચારે જરા ઊંચી દષ્ટિ થઈ હોય, એકાંત બાહ્ય દ્રષ્ટિથી જે કાંઈક ઊંચા આવ્યા હોય તેને તદ્દન સામાન્ય છે. શાસ્ત્રકાર તેથી ઘણું જગપર કહે છે કે આ જીવે બાહા ક્યિા તે બહુવાર કરી પરંતુ તેને મેહ-અજ્ઞાન ગયા નહિ તેથી ક્રિયાને લાભ બરાબર મળ્યું નહિ. મેરૂ પર્વત જેટલે ઢગલે થાય એટલા ઘા ઝુહુપત્તિ કરીને તેટલી વાર સંયમ લીધા છતાં આ જીવની મુક્તિ ન થવાનું કારણું બાહ્ય દૃષ્ટિ છે. જરા અંતરાત્માપણું પ્રાપ્ત થાય અને પક્ષવાદ છોડી દેવામાં આવે તે પછી ઉન્નત દશાએ પહોચવામાં વખત લાગતો નથી. આનંદઘનજીને ચેગ બહુ ઊંચે હોવાથી તેમણે જે શબ્દ આ પદમાં સ્પષ્ટ રીતે પ્રખર ભાષામાં કહ્યા છે તેવા વિચારો જરા ફેરફાર સાથે અન્ય લેખકોએ પણ બતાવ્યા છે. જે જે લેખકેને જેટલે વિકાસ થયો હોય તેટલી હદ સુધી જ તે વાત લખી શકે છે અને ખાસ કરીને આવા સ્પષ્ટ વક્તા થનાર લેખકે બહુ થોડા હોય છે તે વાત ખરી છે, પરંતુ આવા જ વિચારે ખાસ આત્મોન્નતિ માટે કર્તવ્ય છે એ આખુ પદ વિચારવાથી જણાય તેમ છે. બીજા ચાગના વિષય પર લખનારા આ પદના વિષયસંબંધમાં શું લખે છે તે વિચારતાં આપણને ચિદાનંદજી ઉર્ફે પેંરચંદ્રજીનું “અબધું નિરખ વિરલા કેઈએ પદ ધ્યાનમાં આવે છે. એ પદ્ધ આખું