________________
અડતાળીશ.! ચેતનાની નિષ્પક્ષતા-દર્શનવૈચિત્ર.
પપ૭ નહિ પણ તે વાત કહેવાથી તે તેઓ મારી સાથે લડવા આવે છે અને ઉલટા મારા પતિને એવા ભરી મૂકે છે કે કદાચ તે મારી સાથે જરા જરા અનુકુળ થયા હોય તે પણ પરાક્ષુખ થઈ જાય છે અને તદ્દન મિથ્યાત્વમાં ચાલ્યા જાય છે. કજીએ કરનારને કાળો કહેવાથી, અંધને આંધળો કહેવાથી, પાપ કરનારને પાપી કહેવાથી દુનિયાના લેકે ગુસ્સે થઈ સામા પડે છે અને ઉલટું સત્ય કહેનારને બને તેટલું નુકશાન કરે છે. અહીં તે તે તીથીઓ મારા પતિને એવા ચઢાવી મૂકે છે કે મારું ઘર તદ્દન પતિ શુન્ય થઈ જાય અને પતિને અને મારે છેલ્યા વહેવાર પણ ન રહે એવું તેઓ કરી મૂકે છે. આથી મારાથી સાચી વાત પણ કહી શકાતી નથી અને મારું જરા પણ જેર ચાલતું નથી.
આપવીતી એટલે આપનામાં રહેવાથી વીતેલી હકીકત અથવા મારે માથે વીતેલી હકીકત એ બન્ને અર્થ સુંદર છે. છાયા ફેરફાર થાય છે પણ ભાવ લગભગ સરખા જ આવે છે. આવી રીતે જ્યાં જાય ત્યાં ચેતનાને અનેક પ્રકારનાં રૂપ ધારણ કરવાં પડે છે, તેની પાસે અનેક કામો એવાં કરાવવામાં આવે છે કે જેની વાત કહેતાં પણ તે લાજે છે અને તેનું ઘર પણ સાજું નથી. હવે ચેતના તે સર્વ હકીકત કહીને શું કરવું જોઈએ અથવા પિતાના સંબંધમાં શું થવું જોઈએ તે બહુ ટુંકામાં પણ મુદ્દાસર રીતે કહે છે તે વિચારવા લાગ્યા છે.
હવે તે મારા નાથ આનંદઘન પ્રભુ જે મારી બાંહ ઝાલે તે બીજા સઘળાને તે હું સંભાળી લઉં. અત્યાર સુધી તે સર્વેએ મને એકાંત પક્ષને આદર કરાવીને મારી પાસે અનેક વેશ ધરાવ્યા છે. અનેક કામો કરાવ્યાં છે અને મારી અનેક રીતે અનેક જગપર રખડપટ્ટી કરાવી છે, પરંતુ જે હવે આનંદઘન ભગવા—મારા શુદ્ધ પ્રાણપતિ મારા હાથ ઝાલે, મને એકાંત જ્ઞાનમાર્ગને અથવા બહાફિયાના એકાંત માર્ગના વતુર્વરૂપના અંતરંગ રહસ્યને સમજ્યા આદર્યા વગર જે હઠ આગ્રહ થાય છે તેને ત્યાગ કરાવી શુદ્ધ સ્યાદ્વાદમાર્ગમાં પ્રગતિ કરાવે અને તેથી છેવટે શુદ્ધ આચરણ થઈ શુદ્ધ જ્ઞાનને ભાસ થાય, વિશુદ્ધ કૈવલ્યજ્ઞાનથી લોકાલોકનું સ્વરૂપ સમજાય તે બીજા બધાને હું જાળવી લઉં અને મારી પીડા પતી જાય. હાલ તે કેઈને ,