________________
પર આનદધનજીનાં પદો,
[ પદ કર્યો. ખ કે મેહગર્ભિત વૈરાગ્ય ગમે તેટલા હાર્ચ તોપણ તે ઘણે દરજજે બીનઉપગી થાય છે તે અન્યત્ર આપણે વિસ્તારથી જોયું છે. વસ્તુતઃ જ્યાંસુધી શુદ્ધ જ્ઞાનપૂર્વક વૈરાગ્ય ન થાય ત્યાંસુધી વાસ્તવિક લાભ થતું નથી એ સત્ય વારવાર ઠસાવવાની જરૂર નથી. આથી અલકને નામે કે વૈરાગ્યને નામે કે એવાં બીજાં અનેક ઉપનામે મને જાગ્રત કરી, પરંતુ તેની સાથે વસ્તુસ્વરૂપનું શુદ્ધ જ્ઞાન ન હોવાથી મને જાગ્રત કરવાને બદલે મારી શેકેને જ જાગ્રત કરી એવી કમનશીબ વાત બની ગઈ છે. વળી કેટલાક પ્રાણીઓ અને જાગ્રત કરવાના પ્રયાસમાં જગાડી શક્યા નહિ, ત્યારે કેટલાક તે ખુલ્લી રીતે મને સુવાડવા જ મડી ગયા. તેઓ બોલે છે કે આ દુનિયામાં ચેતના એવી વરતુ જ કયાં છે? તે કેવી રીતે હોઈ જ શકે? આ ભવનું છતું સુખ છેડી દઈ પરભવનું કાલ્પનિક સુખ લેવા દોડવું એના જેવી અજ્ઞતા કઈ હોઈ શકે? માટે ખાઓ, પીઓ, એશઆરામ ભોગવે, અમન ચમન ઉડાવે, એમાં જ સાર છે, બીજા બધાં ફાંકો છે અને ફાંફા ખાતર મળેલ સુખ મૂકી દે નહિ ભુખ્યા રહેવામાં, બહાચર્ય પાળવામાં કે બીજા ત્યાગમાં સુખ છે જ નહિ, હોઈ શકેજ નહિ, તેથી તે મધબેસતું નથી, વિગેરે વિગેરે. આ પ્રમાણે બોલીને કેટલાકે મને સુવાડી દીધી. અથવા કેટલાક કબૂલ કરે કે ચેતના છે, તે કર્મવૃત છે અને ઉપાયથી તેને મોક્ષ છે, છતાં પણ તેમણે મેહમાં આસક્ત રહી મારી સભાળ ન લેતાં મને સુવાડી મૂકી, મારી ઉપેક્ષા કરી, મારા સંબંધમાં વિચાર પણ ન કર્યો અને મને વિસારી દીધી
આવી રીતે કેઇએ મંડન કરાવ્યું, કેઈએ કેચ કરાવ્યો અને કેઈએ જટા વધારી, કોઈએ મને ગાડી અને કેઈએ સુવાડી દીધી, પણ અત્યાર સુધી મને પતિ વિરહથી અનાદિ કાળથી વેદના થાય છે તે કેઈએ મટાડી નહિ, કેઈએ જરાપણ તે વેદનાને ઓછી કરી નહિ. વાત એવી બનતી કે મારા પતિને જરા વ્યવહારનું સુખ મળે કે તે સંસારમાં લપટાઇ જતા, જે કઈવાર મને જાગ્રત કરવાને પ્રસંગ મળે તે તેઓ એક પક્ષમાં તણાઈ જતા અને એક નૂતન પ્રકારને સંસાર શરૂ કરી દેતા આથી કરીને સારા અથવા ખરાબ સંગમાં મારા પતિને ભારે વિરહ ભાંગી
* જુઓ હરિભક સરિકા અક ૧૦ મુ.