________________
૫૩૬ આનંદધનજીનાં પદો.
[૫e જનાવર રહે છે અને ચારે ચરે છે તેમાંના એકની જેવી સ્થિતિ હોય તેવું સ્વરૂપ ચેતનજીનું પ્રત્યેક વાડામાં જતાં થયું છે એથી વિશેષ ઠીક થયું હોય એવું મારા જેવામાં આવ્યું નથી.
આનંદઘનજી મહારાજે બરાબર આજ ભાવ ચૌદમા શ્રી અનંતનાથજીના રતવનમાં બતાવ્યો છે. ગછના ભેદ બહુ નયણ નિહાળતાં, તરવની વાત કરતાં ન લાજે ઉદરભરણાદિ નિજ કાજ કરતાં થક, માહ નડીયાં કલિકાલ રાજે
એ આખા સ્તવનને ભાવ ખાસ વિચારવા જેગ્ય છે. ખુદ જૈન ધર્મના અનુયાયીઓ પણુ વાડા વાડાના ભેદમાં એવા આસક્ત થઈ ગયા છે કે તેઓનાં મોઢામાં તત્ત્વની વાત શેભતી પણ નથી તેઓ તરવની વાત કરે છે તે એક પ્રકારની તેઓની ધૃષ્ટતા જ છે, આનંદઘનજીની શુદ્ધ દ્રષિએ તો તેઓ એક પ્રકારનું ઉદરભરણુનું–આજીવિકા ચલાવવાનું જ કામ કરે છે. આવો છેવટને વિચાર લેવાનું કારણ એ જણાય છે કે ગચ્છને મમત કેટલીકવાર એટલે સજજડ મનપર ચોંટી જાય છે કે પિતાથી અન્ય ગચ્છના સાધુઓને શુદ્ધ ગુણ પ્રગટવાને સંભવ પણ હોઈ શકે એમ ગચ્છાગ્રહીઓને લાગતું નથી. વાસ્તવિક રીતે ગચ્છના ભેદ નિયંત્રણાદને લઈને થયેલા છે, પરંતુ કષાયપરિણતિમાં આ ચેતન એટલે ઉતરી જાય છે કે પછી નિપક્ષ રહી શકતે નથી. મતમતાંતરની વિચારણામાં અને એક મતના પેટા વિભાગોમાં એવી ખરાબ સ્થિતિ પ્રાપ્ત થાય છે કે તેને વિચાર કરતાં ત્રાસ આવી જાય. દુનિયામાં ધર્મને નામે અનેક લડાઈઓ થઈ છે, કેટલીકવાર ઉપર ઉપરથી શાંત દેખાતા માણસે પણ ધર્મને નામે લેહીની નદીઓ ચલાવે છે, ધર્મને નામે અનેક પ્રકારના કષાયો કરે છે અને ધર્મને અને ચેતનજીને શું સંબંધ છે તેને કહિ વિચાર કરતા નથી. આવા પ્રાણીઓ ધર્મને એક પ્રકારનો સંસાર બનાવી દે છે, ધંધાદારી કામ કરાવી આપે છે અને તનિમિત્તે પિતાની આજીવિકા ચલાવે છે. ધર્મને ડી ઘાલનારને માનસન્માન બહુ મળે છે કારણ કે આર્યાવર્તના લોકેનું પ્રાથમિક શિક્ષણ ધર્મ તરફ રૂચિ બતાવવાનું હોય છે. આવી સ્થિતિને લાભ લઈને ધર્મને નામે અનેક ધતી ચાલે છે. તે સર્વ ધતોનું લીસ્ટ આપવાને અન્ન અવકાશ