________________
છવીસમું] ગુણહીનને યાચના કરતા આવડતું નથી. ૨૨૯ પિતાને ગાયનકળા આવડતી હોય અથવા વાદ્યકળા આવડતી હોય તે ગુણાનું અવતરણ કરી તેમાં એકાગ્રતા કરાય છે અને પછી અનંત ગીય વાઈએ ગીત વાજિત્રમાં અનંત ગણું ફળ કહ્યું છે, એ વાત સિદ્ધ થાય. આ તો તે પણ આવતું નથી અને ગુણ કયા છે તેનું ખરું ભાન પણ નથી તેથી શું માગું? કેમ માગું? વળી આટલાથી પણ અટકતું નથી, પણ હું તે સુરના લંદ પણ જાણતા નથી. અમુક સુર અરજ (ષડ્રજ) છે, કે પંચમ છે, કે ગાંધાર છે, ધિવત છે, કે નિષાદ છે તે પણ હું જાણતા નથી. સુરના જ્ઞાન વગર ગુણગાન થઈ શકે નહિં એ સુપ્રસિદ્ધ હકીકત છે. આથી તાલ સુરના જ્ઞાન વગરને હું ગાઈ વજાડી ન જાણનાર અને સંગીતશાસ્ત્રથી અનભિજ્ઞ તમારા પાસે શું માગણી કરું અને શેની માગણી કરું? • અહીં ગુણયાચનામાં સંગીત કેટલું મહત્વનું પદ ધરાવે છે એ આનંદઘનજી મહારાજ જેવાની દશાએ પહોચેલાના વિચારોથી ખાસ મનન કરવા ગ્ય વિષય થઈ પડે છે પણ તે બાબત વિચાર કરતાં મૂળ વિષયથી દૂર જવાનું થઈ જાય છે. વાત એટલી જ છે કે તાલ સુર સાથે સંગીત ચાલતું હોય ત્યારે તેના જ્ઞાનવાળાને તેમાં રસ એવો પડે છે કે તેમાં એકાગ્રતા થઈ જાય છે અને કઈ વાર એ એવી ઉદાત્ત અવસ્થા અનુભવી શકે છે કે તેને મહા લાભ પ્રાપ્ત થઈ જાય છે.
હે નાથ! ઉપરાંત કેદની સાથે રીઝી કેમ પડાય તે પણ હું જાણતા નથી અથવા તે રીઝ કેને કહે છે તે પણ હું જાણતા નથી અને બીજાને રીઝાવી કેમ શકાય તે પણ મને આવડતું નથી. અપ્રસન્ન હોય તેને પ્રસન્ન કરવાની જે રીતે તે રીઝ કહેવાય છે, પિતે તે વખતે જે કાર્ય કરે છે તે રીઝ કહેવાય છે અને સામાને પિતાના તરફ આકર્ષવાનું કાર્ય તે રીઝામણુ કહેવાય છે. પ્રભુને અથવા પતિને રીઝવવા હાવભાવ, ગીત, નૃત્ય, પ્રિય વચન વિગેરે અનેક આવિર્ભા કરવામાં આવે છે અને તેથી તે રીઝાય છે, પણ હે પરમાત્મા! આવા પ્રકારની રીગ અને રીઝામણુ જેને અન્યાશ્રય છે તે બજેમાંથી એક પણ મને આવડતાં નથી.
* ખામા વાવવાને અર્થ અનાહત અતર્ધ્વનિ ૫ વાજિત્ર કરે છેમતલબ તે વાત્રિના સુ–સમાધિ આદિના ભેદને નાણતો નથી આ ભાવ પણ સારે છે.