________________
૩૫૪ આનંદઘનજીનાં પદો.
[ પદ आदि गुरुका चेला होकर, मोहके कान फराउं, धरम शुकल दोय मुद्रा सोहे,
करुणानाद बजाउं रे वहाला. ता जोगे० ३
અરિહંત ભગવાનના ચેલા થઈને મેહનીય કર્મને કાન ફાડી નામું (વધું), પછી ધર્મ શુક્લધ્યાનરૂપ બે મુદ્રાઓ (મારા કાનમાં) શોલે અને કરૂણાને નાદ વગાડું.”
ભાવનગરવરૂપ બતાવતાં વિશેષમાં શુદ્ધ ચેતના કહે છે કે જેમ રોગી બની શકે ત્યાંસુધી અલકનાથ ગોરખનાથ વિગેરે જાણીતા ગુરૂસ્થાનમાં જઈ તેના પટ્ટધારી મહંતના ચેલા થાય છે અને તેને પિતાના ગુરૂ બનાવી તેની પાસે ગાભ્યાસ કરે છે તેમ હું આદ્યગુરૂ શ્રી અરિહંત ભગવાનના ઉપાશ્રય (આશ્રમ)માં જઈ તેને પાટધર એગ્ય ગુરૂ પાસે દીક્ષા ગ્રહણ કરી તેમની પાસે વેગને અભ્યાસ કરું. કઈ પણ વિષય ગુરૂ પાસેથી શીખવામાં ને સમજવામાં આવે તે જ તેનું રહસ્ય પ્રાપ્ત થાય છે, કારણકે ગુરૂની પાસે સંપ્રદાય જ્ઞાન અતિ ઉત્તમ પ્રકારનું હોય છે તે અન્ય પુરતકવાંચનથી કદિ પ્રાપ્ત થતું નથી અને ખાસ કરીને વેગને વિષય તે એવા છે કે તેના મુદ્રા, આસન અને પ્રાણાયામાદિકમાં ગુરૂસહાયની અતિ આવશ્યકતા છે. ઘણી વખત એગને બદલે ગાભાસમાં ચિત્ત એટલું પરિપૂર્ણતા માની લે છે કે ચગ્ય ગુરૂ વિશુદ્ધ માર્ગ બતાવનાર ન હોય તે બહુધા મહા અનર્થ થાય છે અને પિતાને કેટલે અધિકાર પ્રાપ્ત થયા છે એ સમજ્યા વગર જે અતિ ઉચ્ચ દશાના સ્થાનાદિક કરવા મંડી જવાય તે એકદમ અધપાત થઈ જાય છે. આવાં આવા અનેક કારણથી ચાગના અભ્યાસીને ગુરૂકુળવાસની બહુ જરૂર સર્વ ચાગવિષયક ગ્રંથકારાએ બતાવી છે. હું પણ આદગુરુ શ્રી અરિહંત પર
૩ આદિ ગુરૂ શ્રી અરિહત. ચેલા=શિષ્ય હેકર =થઈને મેહ મેહનીય કર્મના કાન ફરાઉં મન ફાડી નાખુ, કાન વધુ. મુદ્રા કાનમાયેગીઓ પહેરે છે તે કરણ= માહણ માહણની ઘોષણ૩૫ નાદઅવાજ, પાગમા થો નાદ (અનાહતાદ), બજાઉં વગાડું