________________
પીસ્તાળીસમું.] ઘાટઉતારણ નાવયાચના.
૪૯૩ બીજી ગાથાને અર્થ કરતાં ટબાકાર કહે છે કે મારે બીજની શી વાત કરવી? પણ મારા ભાઈ શુદ્ધ ચેતનધર્મ પણ ભરને ગયા જાણું મને બારમે ગુણસ્થાનકે મૂકી તેરમે ગુણસ્થાનકે ચાલ્યા ગયે, મારા પિતા શુદ્ધ ચેતનત્વ પણ તેરમે ગુણસ્થાનકે ચાલ્યા ગયા અને શુદ્ધ ચેતનતા મારી માતા પણ તેરમે ચાલી ગઈ. અરે! બીજું તે શું પણ અમારે પેટને પુત્ર કેવળજ્ઞાન તે પણ તેરમે ગુણસ્થાનકે ચાલ્યા ગ અને ગેરવર્ણવાળી હું તેને લાગતું પણ નથી, મત્તે પણ નથી. આવી રીતે સર્વ મારાથી વેગળા થઈ ગયા છે. મારે તે સર્વ દિવસ હું શુદ્ધ દર્શન! તારું રમણ છે અને તેના તાનમાં હું રગાણું છું, ગરકાવ થઈ ગઈ છે. આ પ્રમાણે અર્થ કરવામાં શુદ્ધચેતનાના મુખમાં જૈન દર્શન સાથે વાત કરવામાં સુંદર ભાવ મૂકો છે. તે બેલે છે–હે શુદ્ધ દર્શન! મારે હવે માયામમતાને શ ષ દે? મારા નાથ ચેતનજી હવે જાગ્રત થયા છે તેથી તેઓનું હવે કાંઈ ચાલવાનું નથી પણ હવે તે શુદ્ધ ચેતનધર્મ મારા ભાઈ શુદ્ધ ચેતનત્વ મારા પિતા અને શુદ્ધ ચેતનતા મારી મા એ સર્વ મને મૂકીને તેરમે ગુણસ્થાનકે ચાલ્યાં ગયાં છે, મારે પુત્ર કેવળજ્ઞાન પણે ત્યાં ચાલ્યા ગયે છે. તે પતિની સાથે ગયા છે એમ ટબાકાર લખે છે એમાં જરા વિસંવાદ આવે છે. પતિને હજુ ચેતના સાથે પણ મેળાપ થ નથી, ત્યાં ચેતનજી સાથે શુદ્ધ ધમાં જઈ શકે નહિ, પરંતુ તેઓની ચેતનથી જુદી કલ્પના કરી શક્તિગત ધમાં તરીકે તેઓની ન્યારી વ્યવસ્થા કરી તેઓનું અને ચેતનાનું વૈવિધ્ય બતાવતાં જાણે તે ધમાં હજી આગળ પ્રાપ્ત થવાના છે તે ઉપર ઉઝેક્ષા અહીં કરવામાં આવી હોય એમ જણાય છે.) આ પ્રમાણે મારે કોઈને આધાર ન હોવાથી હે જીન દર્શન! હવે હું તે તારા ઉપર જ મારું જીવન ગાળું છું, મારે આખો દિવસ અને રાત તારામાં રમણતા છે, તારામાં તાન લાગી ગયું છે અને તારા અમૃત
* આ અર્થ કરવામા ગોરી એટલે ગારા શરીરવાળી એમ અર્થ કર્યો છે. પગી એટલે રંગાણી. બાકી બીજા અર્થ લગભગ ઉપર અર્થ કર્યો છે તેને મળતા છે પણ આશય બહુ સુંદર રીતે ફેરવી નાખ્યા છે.
# અનત છે તે સ્થાન પ્રાપ્ત કરી શક્યા છે તે અપેક્ષા અહીં સંભવે છે. ૫. આનંદસાગરજી.