________________
૫૨૪ આનંદઘનજીનાં પદે. -
[પદ સામાન્ય છે. માના કરતા માડી વધારે પ્રેમ સૂચવે છે અને માયહી તેથી પણ વધારે પ્રેમ સૂચવે છે. અતિ પ્રેમમાં એકવચનને ઉચ્ચાર થાય છે, માનાર્થમાં વપરાતું બહુવચન બેલનાર અને સાંભળનાર વચ્ચે અંતર બતાવે છે. માતાને તું કહીને બોલાવવાને વ્યવહાર વિશેષ પ્રેમ બતાવે છે, પિતાનું સન્માનાર્થે બહુવચન જરા અંતરે અને વિવેકને બાહ્ય દેખાવ બતાવે છે. અત્ર ચેતના સુમતિને જે વાત કહે છે તેની શરૂઆત “માયડી શબ્દના સંબોધનપૂર્વક કરે છે તે બન્ને વચ્ચે પ્રેમ બતાવે છે. બાકી કોઈ પણ અર્થમાં ચેતનાની મા સુમતિ થઈ શકતી નથી. માત્ર શુદ્ધચેતનાનું શુદ્ધત્વ પ્રગટ કરવાનું કારણ સુમતિ હોઈ શુદ્ધત્વજનની તરીકે તેને શુદ્ધચેતના એક દષ્ટિએ જતાં મા કહી શકે, પણું અન્ન તે ચેતના બોલે છે અને તેનું શુદ્ધત્વ હજી હવે પ્રગટ કરવાનું છે, તેથી ઉપરના અર્થમાં માયડી શબ્દ વપરાયો હશે એમ મારું ધારવું છે.
હે સુમતિ માતાજી! હું ચેતના મારા પતિ ચેતનજી સાથે ઘણું જગેએ ગઈપણ તમે ત્યાં હાજર નહિ, તેથી મને કેઈએ નિષ્પક્ષ રહેવા દીધી નહિ. મારા પતિ તે એવા છે કે એ તે જ્યાં જાય છે
ત્યાં ત૫ થઈ જાય છે, કેઈ પ્રકારને વિચાર કરતા નથી, નિર્ણય કરતા નથી અને તેવી અસ્વસ્થ અવસ્થામાં મને પણ સાથે ઘસડે છે. વાસ્તવિક રીતે મારા પતિએ કઈ બાજુએ પૂર્ણ વિચાર કર્યા વગર ઢળી જવું ન જોઈએ, કઈ પણ પક્ષ એકદમ આદર ન જોઈએ, તેને બદલે એ તે વિપરીત રીતે તુરત એક બાબત ગ્રહણ કરી લઈ દષ્ટિબિન્દુ કે અપેક્ષા હેતુ વિચાર્યા વગર જૂહી જડી બાબતેને આદરી બેસે છે-તે કેવી રીતે આદરે છે તેનું સહજ વિવેચન હું હવે પછી કરી બતાવીશ. આવી રીતે પતિ જ્યારે એક પક્ષમાં ઘસડાઈ
* ભાયડી શબ્દને એક બીજો ભાવ મને કરે છે એ અર્થમા માડી અથવા માવડી શબ્દ કાઇક ભય અને કાઈક તિરસ્કારના અર્થમાં વપરાય છે. દેવી વિગેરેને ઉદેશીને કહેવામાં આવે છે કે “હે માવડી! હવે મને છોડ અથવા મારૂ કાણું પડવા દે' આ અર્થમા માવડી શબ્દ વાપર્યો હોય તે તે માયામમતાને ઉદ્દેશીને ચેતના બોલી હોય એમ ગણી શકાય. ચેતના માયામમતાને અથવા કુમતિને કહે છે કે હે માવડી ! મને તમે તે પણ કોઈએ નિરતિ બેસવા દીધી નથી આ પ્રમાણે ઉપાદુલાત કરી તે પછી પિતાને કે કે કેવી રીતે હેરાન કરી તેનું વર્ણન ચેતના આપે છે. વિ. ક.