________________
અડતાળીશમુ. ]
ચેતનાની નિષ્પક્ષતા દર્શનવૈચિત્ર્ય.
પર
જાય છે ત્યારે મારી અને તેમના અભેદ હાવાથી હું પણુ સાથે ઘસઢાઈ જાઉં છું અને ને કે હું નિષ્પક્ષ રહેવા માટે ઘણા પ્રયાર્સ કરૂં છું, અંતઃકરણપૂર્વક ઈચ્છું છું કે પતિ એવી રીતે એક પક્ષના આદર ન કરે તે સારૂં, છતાં પણ પતિના અને મારો અભેદ હાવાથી હું અંતે તેમના જેવી થઈ જાઉ છું અને તેમ થવાનું કારણ એ છે કે હું ગમે તેટલી ઝુરણા કરૂં છું પણ પતિ મારૂં સાંભળતા જ નથી. વળી કે માડી! તમે ત્યાં હાજર નહિ તેથી મારૂં એલીનું જોર પતિ ઉપર ચાલે પણ નહિ અને પતિ તે અજ્ઞાનદશાથી એવા આચ્છાદ્રિત થઈ ગયેલા છે કે મારી વાત સાંભળવાને ખદલે પાતાના જે મત થયા હોય તેની પુંક મારા ઉપર મારે, મને તદ્રુપ બનાવવા પાઠ ભણાવે અને તેમ કરીને છેવટે મને ફેરવી નાખે, હું તા જ્યાં જ્યાં ગઈ ત્યાં ત્યાં કાઇએ અત્યાર સુધી મને શુદ્ધ ચૈતન્યસ્વરૂપે સ્થાપન કરી નહિ, પણ હવે પછી ખતાવવામાં આવશે તેવાં મારાં અનેક રૂપા પ્રગટ કરાવ્યાં, મૈં તે સ્થિતિમાંથી બહાર નીકળી જવા અનેક પ્રકારની સુરણા કરી, પણ મારૂં કાંઈ ચાલ્યું નહિ અને મારી અનેક પ્રકારે ફજેતી થઈ.
ચેતના અસલ રૂપમાં શુદ્ધ હાવાથી શુદ્ધચેતના થવા અને એક મતમાં ઢળી ન જવા અનેક પ્રયત્ન કરે, પણુ વિભાવદશાના જોરમાં અજ્ઞાનાવસ્થામાં વર્તતા ચેતનજી સાચી ખેાટીદલીલથી, ઉપર ઉપરના મેહક દેખાવાથી અને શ્રુતર્ક વિતર્કની જાળથી એવા સાઈ જાય છે કે અમુક સત્યના અશને સંપૂર્ણ સત્ય માની લેવાની અને તે સત્યના અંશ તરફ અથવા સત્યના આભાસ તરફ ઢળી જવાની પાતાની પદ્ધતિ કાયમ રાખે છે. મારા પતિને અપેક્ષાજ્ઞાન અને નયના સ્વરૂપનું જ્ઞાન ન હાવાથી તેમ જ તેમની સત્યશોધક વૃત્તિ યથાસ્થિત જાગ્રત થયેલી ન હાવાથી તેઓ વારંવાર એક બાજુએ ઢળી જાય છે અને મા અને તેમના અભેદ્ય હાવાથી મારી પણ એ જ સ્થિતિ થાય છે. આવે વખતે જો સુમતિના ચાગ અથવા હાજરી હાય તા સત્યસ્વરૂપનું માર્ગદર્શન પણ મારા પતિને થાય, પરંતુ સુમતિની ગેરહાજરી, અજ્ઞાનાવસ્થાનું મળ અને ચેતનજીના મિથ્યાભાવમાં વર્તવાના અનાદિ સ્વભાવ એટલું શેર કરે છે કે હું ગમે તેટલું જોર કરૂં અને બહાર આવી પોતાનું શુદ્ધત્વ દાખવવા પ્રયત્ન કરૂં, તેને માટે વલખાં મારૂં, પણ