________________
અડતાળીશમુ]
ચેતનાની નિષ્પક્ષતા દશૅનવૈચિત્ર્ય.
૫૩
“હે માડી! મને કેાઈએ નિષ્પક્ષ રહેવા દીધી નહિ નિષ્પક્ષ રહેવા માટે મેં ઘણા પ્રયાસ કર્યો પણ ધીમે ધીમે મારી બુદ્ધિને (તેણે) પુંક મારી.”
ભાવ-આ અતિ અદ્ભુત પદ જેમાં પરમતસહિષ્ણુતા અને ચેતનાની વિભાવદશામાં થયેલી અને થતી અતિ વિરૂપ દશાનું બહુ સુંદર રીતે વર્ણન આપ્યું છે તેને તમા નથી, મારા ગુરૂ પં. ગંભીરવિજયજીએ તેના બહુ સુંદર ભાવ ખતાન્યા છે તે અનુસાર નીચે અર્થ કરવામાં આવ્યા છે. ચેતનાતા નિરંતર શુદ્ધ જ છે, એને કર્મના લેપ શુદ્ધ દશામાં લાગતા નથી, પરંતુ ચેતનમાં ચેતનતા ગુણુ રહ્યો છે તે સર્વદ્યા તેની સાથેજ રહે છે, તેનાપર ધર્મના લેપ લાગેલા દૂર થાય છે ત્યારે ચેતના શુદ્ધ થાય છે અને તે પછી તેને શુદ્ધચેતનાના નામથી ઓળખવામાં આવે છે, બહુ કર્મમળ દૂર થાય ત્યારે પણુ ચેતનાને યુદ્ધ વિશેષણથી જોડવામાં આવે છે. ચેતન અને ચેતનાને આ દષ્ટિથી નવાં અભેદ છે. ઉપરના જૂતાં જૂનાં પદોમાં વિરહાલાપ બતાવવામાં આવ્યા છે તે શુદ્ધચેતનાના છે, એમાં રહેલા ચેતનાધર્મ તે ચેતનજી સાથે જ છે અને જે વિરહ મતાન્યા છે તે તા શુદ્ધચેતનાના અને ચેતનજીના છે. આ ભાવ ખરાખર સમજવાની ખાસ જરૂર છે. ચેતના તેની વિભાવઢશામાં પણ ચેતનજી સાથે જ રહે છે, કારણ કે ચેતના અને ચેતનના અભેદ છે. અહીં ચેતના જે ભાવ બતાવે છે તે તેની શુદ્ધ દશાની સાપેક્ષ વૃત્તિએ છે અને તેની અંદર જ વર્તમાન વિભાવદશામાં તેની થયેલી સ્થિતિનું આબેહુબ વર્ણન છે. આ મહુ વિશાળ હૃષ્ટિથી લખાયલા પટ્ટના ભાવ મહુ મધ્યસ્થ દૃષ્ટિથી વિચારવા અને સમજવા ચાગ્ય છે.
ચેતના જ્યાંસુધી અશુદ્ધ દશામાં હાય છે ત્યાંસુધી તેને સુમતિ માટે બહુ માન હોય છે. પોતે ગમે તેવી અશુદ્ધ હાય તાપણુ પાતાની વાસ્તવિક સ્થિતિને તે સમજતી હાવાથી સુમતિને અત્ર તે માડી કહીને લાવે છે. ચેતના અત્ર માડી શબ્દ વાપરે છે તે પ્રેમસૂચક છે. સાધારણ રીતે વિચાર કરતાં આપણા મુખમાંથી મા–માડી એવા આલાપ નીકળી જાય છે અને ખાસ કરીને જ્યારે મનમાં કોઈ પણ કારણથી ખેદ કે દુ:ખ થાય છે ત્યારે આ શબ્દના ઉચ્ચાર બહુ