________________
સુડતાળીશમું. શુદ્ધચેતનાની વિરહતાપમાં ગુરણા. પર અગ્નિ શાંત થઈ શક્ત નથી, પરંતુ તેવા ભયંકર-દાવાનળ જેવા અગ્નિ ઉપર તે જળને વરસાદ વરસાવવાની જરૂર રહે છે, તેમ આ વિરહાગ્નિરૂપ દાવાનળ શાંત કરવા માટે આનંદરસના પ્રવાહની જરૂર છે. સાધારણ તબીબ જેમ અતરદાહ મટાડી શકતે નથી તેમ ચેતનાના વિરહાગ્નિને શાંત કરી શકતું નથી, તેની દવા તે આનંદઘન નામનો વૈદ્ય કરે તે જ કરી શકે તેમ છે અને તે પણ પિતાની પાસે રહેલ આનદરસ નામની દવા મોટા પ્રમાણમાં આપે તે જ તેનાથી લાભ થાય તેમ છે.
ટખાકાર આ ગાથાના અર્થમાં કહે છે કે ચેતનને આ સ્થિતિ અલ્પ રહી છે અને હવે તેના ભાવ પણ પૂરા થવા આવ્યા છે. તેની સુમતિ-ચેતનાના પતિ ચેતનની બહેન લાડકી નણંદ છે. તેના પિતા. શુદ્ધ ચેતનત્વ છે. આ લાડકી નણંદ કેવળજ્ઞાન સંબંધમાં લડી એટલે હવે તમે કેવળજ્ઞાન જલદી પ્રાપ્ત કરે એવી એવી વાત કહી ગઈ અને વચને સંભળાવી ગઈ. વળી તે એવું પણ કહી ગઈ કે વિરહતાપ બુઝાવવાને અન્યભવ પરણિત અપરિપાકી તબીબ ઈલાજ જ જાણુતે નથી માટે આ આનંદઘન પતિને મળ. એટલું કહીને તે નણંદ ચેતનને મળી અને ચેતને કેવળજ્ઞાનરૂપ પીયૂષની વર્ષા કરી પિતાને મેળાવી લીધી. આ અર્થ તદ્દન જૂદી દષ્ટિથી કર્યો છે. એને ભાવ સમજાવે સુશ્કેલ છે. અહીં નણંદ વિગેરે સાથે જે લડાઈ થાય છે તેમાં તે ઔર તબીબ વિગેરેની વાત આવી રીતે જણાવે અને વળી પાછી પોતે મળી જાય એ આ ચેતનજીની જે ઉત્ક્રાતિ પ્રથમ બન્ને ગાથામાં બતાવી છે તેને અનુરૂપ લાગતી નથી. બાકારને ભાવ બરાબર સમજાતે નથી અથવા તેઓ સ્પષ્ટ રીતે તેઓના મનમાં જે ભાવ ખીલ્યો છે તે બતાવી શક્યા નથી.
આખા પદનું રહસ્ય આનંદઘન પીયૂષને રસ વરસાવવામાં આવી જાય છે. ભાવાત્મક કવિની આ છેલલા પદમાં ભાવ બતાવવાની પદ્ધતિ એટલી સુંદર છે કે આખા પદમાં જે જિજ્ઞાસા વધતી જાય છે તે. છેવટના પાદમાં એકદમ બહુ સુંદર રીતે તૃપ્ત થઈ જાય છે. જ્યાં આનંદરસને વરસાદ વરસે ત્યાં પછી નણંદના વિરૂપ સ્વરે, સાસુને અવિશ્વાસ, લેકની વાતે અને પટ ભૂષણુની અવ્યવસ્થિતતા જરા