________________
સુડતાળીસમું] શુદ્ધચેતનાની વિરહતાપમાં રણા પાટ નણંદ સાથે લડાઈ ચાલ્યા જ કરે છે. પતિવિરહકાળમાં સાસુ તથા નણંદ સાથે કાંઈ સારું હોય તે કેટલીક ધીરજ રહે છે, પતિના વિરહ એછે આકરે લાગે છે, પણ અહીં તે વિભાવદશાની પતિની મા અને બહેન સાથે મારે જરા પણ બનાવ થતો નથી અને ઉલટું તેઓ મારી સાથે લડાઈ કરે છે અને મારા પતિને પણ વિશ્વાસ કરતી નથી.
“ગરી એ મારા ગુરૂમહારાજના કહેવા પ્રમાણે લેકભાષાનો શબ્દ છે. તેનો અર્થ લાજ વગરની અથવા ભાગ્યહીન એમ થાય છે. “તું નગાડી શું સમજે એ દેશભાષાની ગાળ છે. આ અર્થમાં તે શબ્દ બુંદેલખડમાં વપરાય છે. બાકાર કહે છે કે નગરી' શબ્દ વ્રજ ભાષામાં લાડકવાઈના અર્થમાં વપરાય છે. એક ગેએ ગુરૂ વગરની એ તેને અર્થ કરવા પ્રયત્ન થયો છે તેને સ્વમતિકલિપત હેય એમ જણાય છે. પ્રથમ અર્થ જે ૫. ગંભીરવિજયજીએ બતાવ્યો છે તે વધારે સુંદર લાગે છે અને સબંધ જોતાં તે બધબેસતે પણ આવે છે.
પતિ મંદિરે પધારે નહિ, સાસુ એક ક્ષણવાર પણ વિશ્વાસ કરે નહિ અને નણદી નગરી તે સવારના પહારથી ઉઠીને લડ્યા જ કરે છે. આવાં અનેક કારણેને લીધે મને આકવિરજવર આવ્યું છે અને તેને દાહ એ થાય છે કે કેઈ બીજે વૈદ્ય તેની દવા કરીને તેને મટાડી શકે તેમ જણતું નથી. દુનિયામાં સાધારણ વૈદ્યો તે બહારને તાવ મટાડી શકે છે, પણ અતરંગનો તાવ કોણ મટાડી શકે? વિરહક્વરનો આકરે દાહ મટાડવાની દવા વૈદ્ય કે હકીમ પાસે જોવામાં કે જાણ વામાં આવી નથી. વિરહાવસ્થામાં શરીરમાં ગરમી બહુ લાગે છે, આખું અગ મળું બળું થઈ જાય છે. ઉનાળામાં સખ્ત ગરમીથી શરીરપર અળાઈ ગુમડા વિગેરને દાહ થાય તે જેમ વરસાદની ઝડી આવવાથી અને તેમાં ન્હાવાથી શાંત થાય છે, તેમ અહીં તે હવે આનંદઘન અમૃતને વરસાદ વરસે અને મારા પતિના ઉપર તેને પ્રવાહ ચાલે તે માટે વિરહાગ્નિ નાશ પામે અથવા મંદ થાય એમ છે. જેઠ માસમાં–જુનની અધવચમાં જ્યારે સખ્ત ગરમીથી શરીર જતી જતું હોય છે તે વખતે વરસાદની ઝડી કે આનદ આપે છે તે સર્વના અનુભવનો વિષય છે. એવા વખતમાં જ્યારે અમૃતરસને વરસાદ