________________
૫૧૮ આનંદઘનજીનાં પદે.
[પદ વાસ્તવિક સગાંઓ કેણ છે તેને પણ ચેતનછ ઓળખતા નથી અને તેથી આકરિથતિને સાસુ અત્ર કહેવામાં આવી છે. “સાસ ઉસાસ વિસાસ ન રાખે એ પાઠ છાપેલી બુકમાં છે તેને અર્થ શ્વાસ અને ઉશ્વાસ જેટલે કાળ પણ વિશ્વાસ રાખે નહિ એમ થાય છે અને તે આખા વાક્યને નણદની સાથે લઈ જવાનું છે. બાકી ભાવ સ્પષ્ટ છે. અથવા બીજી રીતે અર્થ કરતાં પતિ વગર એક શ્વાસ જેટલા કાળને પણ વિશ્વાસ રહેતું નથી, એટલે તેટલે વખત પણ ધીરજ રહેતી નથી, પતિ વગર અન્યત્ર મન માનતું નથી અને ચિત્ત ચોટતું નથી એવી વિરહદશા આકરી છે. પતિ વગર હવે તે મનમાં એવે ખેદ થયા કરે છે કે એક જરા વખત પણ મનમાં ધીરજ રહેતી નથી. •
વળી પેલી નગરી નણદી તે વડા પ્રભાતમાં ઊઠીને લડવા મંડી ગઈ છે અને દરરોજ લડ્યા કરે છે. પતિ વિભાવદશામાં ગયા. છે ત્યાં તેમની બહેન તૃણ થઈ છે. તે સર્વ પદગલિક વસ્તુઓને પ્રાપ્ત કરવાથી પણ ધરાય નહિ તેવી પ્રબળ ઈચ્છારૂપ છે. તે તે વળી એવી આકરી છે કે મારી સાથે વહાણું વાય છે ત્યારથી લડ્યા જ કરે છે. તેના મનમાં એવું છે કે પતિને સમજાવી જે આ શુદ્ધચેતના સ્વભાવકશામાં લઈ જશે તે ભાઈ પાસેથી પછી તેને કાંઈ વીરપસલી કે મામેરું મળશે નહિ અને ભાઈ પાસે જવું આવવું પણ બંધ થશે; તેથી મારી સાથે દરરોજ તે લડ્યા કરે છે અને હું મારા નાથને સમજાવવા અને ઠેકાણે લાવવા યત્ન કરું છું તે તેમાં વચ્ચે આવે મારા નાથને ચઢાવે છે અને આર્યાવર્તમાં કહેવાય છે કે જે નજરે રિ નાના ભાઈનાં ભાભી સાથેનાં સુખ-વાર્તાલાપ-મેળાપ જોઈને રાજી ન થાય તે નણંદ-તે શબ્દાર્થને બરાબર સાર્થક કરે છે. એ નણંદને પ્રતાપે સવારે આ જીવ ઉઠે છે ત્યારે પણ પ્રભુનામનું સ્તવન કરવાને બદલે ધનપ્રાપ્તિનાં અનેક સાધને ઊભા કરવામાં અને તેની વિચારણુમાં પડી જાય છે અને આખા દિવસમાં પૈસા પૈસા સિવાય તેને બીજી ધૂન લાગતી નથી. તેને પ્રાપ્ત કરવાના રક્ષણ કરવાના અને સંચય કરવાના વિચારમાં, સ્થળ પદાર્થો જરૂર વગરના હોય તોપણ તેને એકઠા કરવાની પૂનમાં અને પૈગલિક પદાર્થોના નિરર્થક સંચયમાં આ જીવ આનંદ માને છે અને તેથી મારે તે સવારથી તે મોડી રાત સુધી.