________________
પ૦૬ આનંદધનજીનાં પદો.
[પદ સૂર પછાડે નાઉ અરીરી આ પાઠાંતર બે જગાએ છે. ઘરવીર માણસ દમનને એવી રીતે પછાડે કે તે નાઉ એટલે કુરીવાર આવે નહિ. બહાદુર માણસની લડાઈમાં એવી ખૂબિ હોય છે કે તે ટુંક વખતની જીત મેળવતા નથી, પરંતુ શત્રુને એવા ઝેર કરે છે, એવી રીતે પછાડીને ભેગા કરી દે છે કે તે ફરીવાર ઉઠવા જ પામે નહિ, ફરીવાર સામે લડવા જ આવે નહિ. નાકને બદલે ભાઉ પાઠ વધારે સુંદર અને અર્થઘટના યુક્ત છે.
આવી રીતે અમુક લડાઈ લડવી અને અમુક ન લડવી એવી વાત ચેતનને કહી, ત્યારે ચેતનજીને સ્વાભાવિક રીતે શકા થાય કે દયામય ધર્મ હોવા છતાં આવી રીતે શત્રુને નાશ કરવાનું સૂચવ્યું તે કેમ ઘટે! કારણ કે શત્રુપર પણ દયા કરવાનું વારંવાર શારામાં સૂચવ્યું છે. ભાવદયા અને સ્વરૂપદયાનું સ્વરૂપ હજુ ચેતનજીને બરાબર વ્યક્ત થયું નથી તેથી કદાચ આવી શકા ઉત્પન્ન થાય તે તેને સતેષ આપવા માટે છેવટે ચેતનજીને ઉદેશીને કહે છે કે હે ચેતનજી! ધર્મને મર્મ તમે શું કરવા પૂછે છે? તેમાં બીજું કાંઈ નથી. આનંદઘન ભગવાનના પદને પકડીને બેસી રહેવું એ ધર્મને મર્મ છે. ધર્મને મર્મ જાણવાની તને ઈચ્છા થઈ છે તેથી તે ધન્ય છે, ભાગ્યશાળી છે, કારણ કે એવા પ્રશ્નને પ્રસંગ પણ ભાગ્યવાન મgષ્યને આવે છે. ઘણુ ખરા મનુષ્ય તે સંસારમાં એટલા બધા ઉતરી ગયા હોય છે કે તેને ભાવશત્રુ અને દ્રવ્યશત્રુને તફાવત જાણવાનો કે તે સબધી પ્રશ્ન કરવાને અવકાશ કે પ્રસંગ મળતું નથી. તને હું ટુંકામાં કહું છું કે આનદઘન ભગવાનના પદને વળગી રહેવું, તેઓના કથિત માર્ગે ચાલવું અને તેઓની આજ્ઞાને અનુસરવું એ ધર્મને મર્મ છે. પચમહાવત જેવા યમને આદરી, ચોગ્ય નિયમો ધારણ કરી, અભ્યતર શત્રુને નાશ કર, પ્રભુની આજ્ઞાને અનુસરી પિતાની ચોગ્યતા અને અધિકાર પ્રમાણે સરૂના આશ્રય નીચે ચાગ અને ક્રિયામાર્ગમાં પ્રવેશ અને પ્રગતિ કરવી અને ખાસ કરીને દરેક પ્રસગે અદર રહેલા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને વિચારવું અને પરમાત્મભાવ પ્રગટ કરવાનું લક્ષ્ય નિરતર સામીપ્યમાં રાખવું આ ધર્મનો મર્મ છે. આનંદઘન મહારાજ શ્રીધર્મનાથના સ્તવનમાં કહે છે કે