________________
સુડતાળીસમું.] શુદ્ધચેતનાની વિરહતાપમાં ગુરણ. ૫૧૧ તમાં મને મળવા માટે આવવા જોઈએ અને તેથી હું તેઓને માર્ગ જોયા કરું છું. પતિ એક વખત માર્ગ પર આવી જાય તે તે પછી થડા વખતમાં સમ્યક્ માર્ગને સમજી જાય અને ત્યાર પછી મારે મેળાપ થતાં વખત લાગે નહિ. આથી પતિ માર્ગ પર આવી ગયા છે કે નહિ એ જોવા માટે હું બારણું ઉપર નજર ટેકવીને રહું છું અને પતિના વિરહથી ગુર્યા કરું છું.
આંખ એટલે જ્ઞાનદષ્ટિ સમજવી. જ્ઞાનદષ્ટિથી શુદ્ધચેતના જોયા કરે છે કે ચેતનજી હવે સ્વભાવદશામાં ક્યારે આવશે. શુદ્ધ સ્વભાવને પ્રગટ થવાની એટલી સરળતા હોય છે કે આંખ દ્વારમાંથી ખસતી નથી એ હકીક્ત યથાગ્ય છે. નાના મોટાની શરમ રાખવાની વાર્તા અત્ર કરી છે તે સાંસારિક દષ્ટાંતની રાષ્ટ્રતિક રોજના ઘટાવવા માટે હોય એમ જણાય છે. શુદ્ધચેતના જેવી પવિત્ર સાધવીને ઉપર ઉપરને દેખાવ કરવાની બાહ્ય મર્યાદા રાખવાનું કોઈ કારણ નથી. કદાચ એ શરમ વ્યવહારષ્ટિએ રાખે તે ચેતનજીની માની લીધેલી માયામમતા ભાર્યા અને નણંદ નું વર્ણન હવે પછી ત્રીજી ગાથામાં આવશે તેની હવા સંભવે છે. અહીં તેઓની મર્યાદાને બદલે કહની અર્થ વાત વધારે ઉચિત લાગે છે. મતલબ તેઓની વાતની દરકાર ર્યા વગર પતિને માટે ખડે પગે અનિમેષ દૃષ્ટિએ દ્વાર૫ર રાહ જોઉં છું અને મારે વિરહકાળ કયારે ભાંગશે તેને માટે મનમાં પ્રગટતા વિચારદાવાનળની અદર ગુર્યા કરું છું.
અથવા બીજી રીતે અર્થ કરતાં સુમતિ શ્રદ્ધાને કહે છે કે હું મોટી છતાં કુમતિએ પતિને એવા ભરમાવી દીધા છે કે તે મારી તરફ જોતા પણ નથી. પ્રમત્ત ગુણસ્થાનક સંયમનું દ્વાર છે, તે દ્વારા ચેતન સયમમાં પ્રવેશ કરે છે અને ત્યારપછી પ્રગતિ કરી આગળ વધે છે, પરંતુ કુમતિએ મારા પતિને એવા ભરમાવી દીધા છે કે તેઓ આ સયમના દ્વાર પાસે આવતા જ નથી. મતલબ કુમતિએ પતિને સમદ્વારથી ટાળી દીધા છે અને ત્યાંથી દૂરને દૂર રહે એવી ચેજના માયામમતાએ કરી છે. બનતાં સુધી તે પતિને કુમતિ માર્ગ પર જ આવવા દેતી નથી, કદાચ માર્ગ પર આવી જાય તે સભ્ય વિશુદ્ધિમાં તે આડી આવ્યા કરે છે, કદાચ અવિરતિ કે દેશવિરતિ ગુણ પતિ