________________
સુડતાળીસમું] શુદ્ધચેતનાની વિરહતાપમાં ગુરણું. ૫૧૫ વિપરીત વત છે કે એ કુમતિની સેાબતમાં પડી જઈ પ્રભુપ્રેમરૂપ સાડી તરફ અવકૃપાની નજરથી જુએ છે અને ધ્યાનરૂપ આભૂષણ પણ શરીર ધારણ કરતી નથી. પતિ જયાં મારા મંદિરે પધારે નહિ ત્યારે મારે એવાં આભૂષણો ધારણ કરીને શું કરવું? હે સખિ! હું તને કેટલી વાત કરું? મારા ચેતનજી પતિ હાલ તે મારાથી એટલા વિપરીત વાત છે કે એને મોક્ષકમળા પણ પસંદ આવતી નથી તે પછી સાધારણ દેવાંગના તે કેમ ગમે? તે તે કુમતિના રંગમાં એવા લટું થઈ ગયા છે કે શિવલક્ષ્મી પણ તેને પ્રસન્ન કરી શક્તી નથી. આ ત્રણ વસ્તુ પ્રસન્ન પતિને વધારે પ્રસન્ન કરે છે. રૂચિ, ધ્યાન અને શિવલમીને પ્રાપ્તિ કરવાની દઢ ઈચ્છા આ ત્રણ બાબતે પણ મારા નગીના નાથને હાલ પ્રસન્ન કરી શકતી નથી. ત્યારે હવે મારે તે શું કરવું? કુમતિના પાસમાં ચેતનજી એવા ફસાઈ ગયા છે અને તેની સાથે એવી એવી વાત કરે છે કે એને રૂચિ ધ્યાન કે મેક્ષ તરફ પ્રેમ તે શું પણ નજર કરવાની પણ ઈછા થતી નથી. આવી રીતે નાની વહુએ પતિને એવા વશ કરી લીધા છે કે તે મારા સામું પણ જોતા નથી અને તેને લઈને તેમના વિરહના તાપથી હું ખરેખરી ઝુયી કરું છું.
સુમતિનાં વચન તરીકે આ ગાથાને ભાવ આ પ્રમાણે થાય છે. હે સખિ શ્રદ્ધામને તારે આધાર છે. જે! પતિ વિરહથી પ્રભુપ્રેમરૂપ સાડી મને સુખ આપવાને બદલે દુખ આપે છે, તેને શરીસ્પર જરા ઓછું છું તે તેથી અશાતા થાય છે. ધ્યાનના ચાર પાયારૂપ
ખેડાં નંગથી જડેલ ધ્યાનસ્થ ચિત્તસ્થિતિરૂપ દાગીને પહેરું છું તે તેથી પણ મને ખેદ થાય છે. આત્મારામ પતિના વિરહે રૂચિ કે થાન થતાં નથી અને એથી પણ વધારે આગળ કહ્યું તે પતિ વગર મોક્ષકમળા પણ મને સુખ આપી શકતી નથી, પતિને મેળાપ થાય તે જ મને સુખ થઈ શકે એમ છે. આવી મારી સ્થિતિ થઈ ગઈ છે. ચેતનજીની દષ્ટિએ જોતાં આ ગાથાને અર્થ આ પ્રમાણે થાય છે. અત્યારે ચેતનજી–આત્માએ કુમતિને સંગ કર્યો છે તેથી તેને પ્રેમપ્રતીતિ રાગથી રંગેલ રૂચિય વસ્ત્ર ગમતાં નથી, ધ્યાન કરવાનું મન થતું નથી અને શિવકમળા ઉપર પ્રેમ આવતું નથી અને તે પ્રાપ્ત કરવા તેને ઈચ્છા પણ થતી નથી. તે સંસારમાં એ આસક્ત થઈ