________________
સુડતાળીસમુ. શુદ્ધચેતનાની વિરહતાપમાં ઝરણા
૫૧૩ છું, ઉઠું છું કે ફરું છું તેનું પણ મને ભાન રહેતું નથી, મારા શરીર પર ધારણ કરેલાં અથવા ધારણ કરવાનાં વસ્ત્રનું પણ મને ભાન રહેતું નથી, એક ઘેલી સ્ત્રીની પેઠે વસ્ત્ર પહેર્યા છે કે નહિ અથવા કેવા પહયા છે તે બાબત પર પણ મારું ધ્યાન રહેતું નથી; તેમ જ ચાકી (ઘરેણુવિશેષ-ઝાલાવાડમાં, સુરતમાં તથા મારવાડમાં પ્રસિદ્ધ છે) અથવા જડેલાં ઝવેરાતનાં ઘરેણું પહેર્યા છે કે નહિ અથવા પહેર્યા હોય તે તે ગમે તેમ અવ્યવસ્થિત રીતે-આડા અવળાં પહેરી લીધાં હોય તેની ખીલી ડેક સાથે આવવાને બદલે નીચી આવી ગઈ હય, સુંદર ઘરેણું ગ્ય અવયવ ઉપર આવવાને બદલે આડી અવળો લટકતાં હોય, એક હાથમાં બગડી હોય અને એક હાથ તદન ખાલી હોય અથવા બીજી જાતની બંગડીવાળો હાય, હાથનું ઘરેણું પગમાં ને પગનું હાથમાં એમ જ્યાંનાં ત્યાં પહેયી હાયઆવી રીતે વસ્ત્ર તથા આભૂષણ શરીર ઉપર હું
હતી નથી, ધારણ કરતી નથી અને મને ચાકી તથા ઝવેરાત જેવાં ભારે કિમતનાં ઘરેણું ગમતાં નથી. એકી ઝાલાવાડમાં થાય છે તે તે સેનાની હોય છે અને સાધારણ કિંમતવાળી હોય છે, પણ સુરતમાં ઝવેરાતની થાય છે અને મોટા મૂલ્યની હોય છે. અથવા ચાર ખૂણુવાળા ચેરસ હીરાને ચકી કહેવામાં આવે છે. જડતર કામવાળા ઝવેરાતના દાગીના પણ બહ મૂલ્યવાળા હોય છે. સ્ત્રીઓને રવાભાવિક રીતે આભૂષણ અને વસ્ત્ર ઉપર વિશેષ પ્રીતિ હોય છે, પતિ નિજ મંદિરે પધારવાના હાય છે તે વખતે સુંદરી સોળ શણગાર ધારણ કરે છે તેમાં વસ્ત્ર અને આભૂષણ મુખ્ય હોય છે અને સ્ત્રીઓની ચેસઠ કળામાં પણ કેટલીક શરીરશોભા અને પતિપ્રસન્નતાને નિમિત્તે હોય છે. હે સ!િ મારી વિરહાવસ્થા તે એવી સપ્ત થઈ પડી છે કે હવે મને વસ્ત્રા આભૂષણ ગમે તેવા કિમતી હોય તે પણ તેનાં તરફ મન ચોંટતું નથી, વળતું નથી, જતું નથી, અને તે ગમતાં નથી, અને તેની દરકાર રહેતી નથી અને મારું ધ્યાન પણ તેઓ તરફ જતું નથી. જે પતિને પ્રસન્ન કરવા શણગાર સજવામાં આવે તે પતિ તે સામું પણ ન જુએ ત્યાર પછી શણગાર કેને માટે સજવા? શા સારૂ સજવા? વળી હે સખિ! જ્યાંસુધી એક્ષલક્ષમીનું સુખ પ્રાપ્ત ન થાય ત્યાંસુધી દેવાંગનાનાં સુખને એટલે અમરગતિનાં સુખને તે કેણ ગણે છે?
૩૩