________________
૫૧૦ આનંદઘનજીનાં પદે.
[પદ ધમાં શુદ્ધચેતનાને શોક સમાતું નથી, પતિ વિરહથી તેને ચેન પડતું નથી અને તેથી જેવી રીતે સાધારણ વિરહિણી સ્ત્રી પતિ પરદેશ જાય ત્યારે અનેક પ્રકારના કાલાપ કરે છે તેવી રીતે શુદ્ધચેતના પિતાની સુમતિ સખિની પાસે અથવા સુમતિ પિતાની શ્રદ્ધા સખિની પાસે હદયની વાત કરે છે. હે સખિ! મારા હૃદયવલ્લભ મહેનમૂર્તિ પ્રાણપતિ મારે મંદિરે પધારતા નથી અને જ્યાં ત્યાં ભટક્યા કરે છે તેથી મારે પતિને મહા વિરહ થયે છે અને તે વિરહમાં હું પતિ વગર ખરેખર ગુરૂં છું. પતિવિરહિણી સ્ત્રીને જેમ ખાવું પીવું ભાવે નહિ, સારાં કપડાં આભૂષણું પહેરવાં ગમે નહિ અને મનમાં અનેક રીતે અનેક પ્રસંગે શોક થયા કરે તેમ પતિ વગર હું ખરેખરી બળ્યા કરું છું, ગુય કરું છું અને પછી તે શોકમાં ને શાકમાં નાના મોટાની શરમ મૂકીને પતિ આવવાના દ્વારપર મારી આંખ એવી સ્થિર થઈ જાય છે કે ત્યાંથી તે ખસતી નથી. આર્યાવર્તની કુલીન સ્ત્રીઓ જેઓ સંયુક્ત કુટુંબમાં રહે છે તે વડીલની હાજરીમાં પતિ સાથે વાત કરતી નથી અને પતિ સામું પણ જઈ શકતી નથી તથા દેશના રિવાજ પ્રમાણે વધારે ઓછું સુખ ઉપર વસ્ત્ર ઓઢી ગૃહમાં મર્યાદાથી વર્તે છે. પાશ્ચાત્ય વિચારના ફેલાવા સાથે આ રિવાજમાં પરિવર્તન થતું જાય છે એથી થનાર લાભાલાભની તુલના કરવી અત્ર અપ્રસ્તુત છે. વાત એટલી છે કે નાના મોટાની મર્યાદા સાચવવાને કુળવધુને ધર્મ પ્રાચીન પદ્ધતિ પ્રમાણે ચાય મનાયે છે. શુદ્ધચેતના કહે છે કે આ આર્ય સ્ત્રીને મર્યાદા ધર્મ છે તે પણ પતિવિરહના શાકમાં હું તે વિસરી ગઈ અને ઘરના સર્વ માણસે જાણે તે પ્રમાણે પતિને આવવાના દ્વારપર નજર ટકાવીને-વાટ જોઈને બેસી રહી છું. પતિ આવવાના હોય તે માર્ગ તરફ જવાને બદલે મોઢા ઉપર છેડે નાખી તે માર્ગથી દૂર ચાલ્યા જવાનો રિવાજ તજી દઈ હું તે વિરહઘેલી બની પતિના માર્ગની નિરીક્ષા કર્યા કરું છું. પતિ કઈ પણ વખતે આવી ચઢે એમ મને મનમાં લાગ્યા કરે છે, કારણ કે તેઓ હમણું બાલી ગયા છે કે હવે તેઓ અમર થઈ ગયા છે. હવે જો તેઓએ જે હકીક્ત જણાવી છે તે પ્રમાણે વર્તન કરે તે તેઓ જરૂર થોડા વખ
* જુઓ ૫૬ બેતાળીયુ
-
-
-