________________
છતાળીશત્રુ, ] ચેતનછ અને મેહરાયના યુદ્ઘનું આહ્વાન.
૫૦૫
અહારની મદદ મળે અથવા પોતાના રાજ્યમાં કાંઈ ખટપટ થાય કે તુરત તે લડાઈ જમાવે છે અને વળી લડાઇ કરીને વૈર વિરાધથી જે ક્લિષ્ટ કર્મો બંધાય તેથી ભવાંતરમાં અનેક દુઃખયાતના સહન કરવી પડે છે. આવી લડાઇ લડવી એ બહાદુર માણસનું કામ નથી, સાપેક્ષ દૃષ્ટિવાળા જીવનું કામ નથી, ડાહ્યા માણસનું કામ નથી. જે લડાઈ લડવાથી અચળ અખાધિત શિવદરવા પ્રાપ્ત થાય અને જેથી કૈવલ્યજ્ઞાનરૂપ વિશાળ મેધ સ્પષ્ટ રીતે પ્રગટ થાય તે લડાઈ લડવી ઉચિત ગણાય. એ સિવાયની બીજી લડાઈ લડેતેને આવરી ગાડા સમજવા. ગાંડા મનુષ્યની નિશાની એ છે કે એ ને કે સર્વ કાર્ય કરે છે પણ તેના પરિણામના અને તેના લાભાલાભને તે વિવેકપૂર્વક વિચાર કરી શકતા નથી. સ્થૂળ લડાઇ કરનાર સમજતા નથી કે એ લડાઈ તા પરિણતિની છે, એમાં સ્વભાવ કે સ્વગુણુ પ્રકટ થાય, વસ્તુતઃ પેાતાને લાભ થાય એવું કાંઇ નથી અને આવી રીતે વસ્તુસ્વરૂપ સમજ્યા વગર જે લડાઇ કરે છે તેને ગાંય અથવા મૂર્ખ કહેવા એ તત્ત્વષ્ટિએ મરાબર છે. જે લડાઇ લડીને મહાન્ રાજ્ય પ્રાપ્ત થાય અને પ્રાપ્ત થયા પછી જાય નહિ એનું નામ લડાઈ કહેવાય; બાકી જે લડાઇથી આખને અળખામણી લાગે—જોવી ન ગમે એવી લેાહીની નદીએ ચાલે અને પરિણામમાં બહું ટુંક વખત માટે કદાચ એક નાનું સરખું રાજ્ય મળી જાય એનું નામ ખરી લડાઇ કહેવાય નહિં. શત્રુને એવી સારી રીતે પરાસ્ત કરી નાખવા જોઇએ કે એકવાર હાર્યાં પછી તે ફરીવાર ઊભા થાય નહિ, લડવાને કે સામે આવવાના વિચાર પણ કરી શકે નહિ અને લડીને મેળવેલા સ્થાનમાં તેના પ્રવેશ પણ થઈ શકે નહિ. આવી રીતે આંતર દુશ્મનની સાથે લડાઈ કરી હોય અને તેમ કરીને ભાવશત્રુને પછાડી નાખેલ હાય તેનું નામ લડાઈ કહેવાય. ચેતનજી' તમે અત્યાર સુધી સ્થૂળ લડાઈ લડવાના ખ્યાલ કર્યા કરો છે તે મૂકી દે અને આવી ભાવ લડાઈ લડી મેહરાયને તેના લશ્કર સાથે પરાસ્ત કરી, તેને કેદ કરી, કારાગૃહમાં નાખી ઢા કે પછી તમારે કોઈ પણ પ્રકારની લડાઇ લડવાનું ખાકી રહે નહિ અને તમારી શાંતિ-સામ્રાજ્યવાળી જીતીને પ્રાપ્ત કરેલી નિવૃત્તિનગરીમાં તમારા અચળ નિવાસ થાય.