________________
છતાળીશમુ) ચેતનછ અને મેહરાયના યુદ્ધનું આહ્વાન. ૫૩ અચળ અબાધિત અને કૈવલ્ય મુનસફરૂપ શિવદરઘા પ્રાપ્ત કરે એમ પણ થઈ શકે અને તે અચળ અબાધિત હે કૈવલ્ય મુનસફ અને શિવદરઘા પ્રાપ્ત કરે એમ પણ થઈ શકે. બને રીતે અર્થ કરવાથી છેવટને ભાવ તે એક જ આવે છે. “ભરી' વિશેષણ જ છે અને તેને અર્થ ભરપૂર એમ થાય છે.
બધી બાબતને સાર એક જ છે કે તરવાર કાઢવામાં કે કાઢલ કાઢવામાં અથવા તેના વડે શત્રુને સંહાર કરવામાં પ્રથમ તે આ ચેતનજીએ શત્રુને ઓળખવા જોઈએ, તેને ઓળખ્યા પછી જ તેઓની સાથે લડી શકાય. શત્રુને ઓળખવાની સાથે પ્રાગના લક્ષ્યબિંદુનું, સ્પષ્ટ જ્ઞાન જોઈએ અને તે પ્રાપ્ત કરવા દ્રઢ નિશ્ચય જોઈએ. આવી રીતે જ્યારે ચેતનજીને સ્પષ્ટ બોધ થઈ જાય છે ત્યારે પછી તે સમરાંગણમાં એ શત્રુનો નાશ કરે છે કે તેનું વર્ણન કરવું મુશ્કેલ છે. એને થોડે ભાવ અગીઆરમાં પદમાં બતાવ્યું છે. એમાં જ્યારે સ્વજને “અહા હા કહીને ચેતનજીને સાબાશી આપે છે ત્યારે સહૃદય વાંચનારની આંખમાંથી હર્ષાશ્રુ આવી જાય છે. આ પદને અને અગીઆરમા પદના ભાવને બહુ નજીકનો સંબંધ છે અને એક પ્રતમાં આ બંને પદને અનુક્રમમાં એક બીજાની સાથે મૂક્યાં છે. અહીં જે તરવાર બતાવી છે તે અવિચ્છિન્ન રૂચિરૂપ છે તે પશુ અગીઆરમાં પરથી સ્પષ્ટ થાય છે. '
સુજ્ઞ ચેતનજી! હવે જાગ્રત થાઓ, શત્રુઓને ઓળખે, તેઓ સાથે તુમુલ યુદ્ધ કરવાની તૈયારી કરે, તરવારાદિ હાથમાં લો અને મેદાનમાં આવી શત્રુને પરાજય કરે અને છેવટે અચળ અબાધિત સ્થાન પ્રાપ્ત કરી અનત આનંદ ઉઠાવે તમારા સારૂ ચેતના વાટ જુએ છે, તમારે પરિવાર તમારું પરાક્રમ જેવા આતુર છે અને સુમતિ તે અત્યાર અગાઉ તમારી પાસે આવીને તમને ભેટી ગઈ છે. અનાદિ કાળથી કહાનાં કાઢવાની ટેવ છે તે મૂકી દે અને પ્રમાદ તજી લડાઈમાં ઝુકાવી દે. લડાઈને મુંબીઓ વાગે ત્યારે ખરા રજપૂત બેસી રહેતા નથી, ટાટા જેવા દેખાતા એકલકડી શરીરવાળા રજપૂતો પણ જીસસાથી ઉભરાઈ જાય છે, સ્ત્રી પુત્ર ઘર કે ધનની દરકાર કર્યા વગર ફરજ સમજીને સજજ થઈ જાય છે અને સાધ્ય પ્રાપ્ત કર્યા