________________
૫૦૨ આનદધનજીનાં પદે.
[૫૬ ચાગી વિશેષ બતાવ્યાં છે તે સમજવા ચોગ્ય છે. આ સંસારમાં મોટામાં મેટી પીડા-ઉપાધિ તારે અહીંથી તહીં અને તહીંથી અહીં
ડધામ કરવાની છે જરામાં તું મનુષ્ય થાય છે, વળી તિર્યંચ થાય છે. પાછો વળી દેવ થાય છે, પાછું વળી તિર્યંચાદિને ભવ કરી નારકીમાં જાય છે. આવી રીતે નારકી નિગાદમાં તથા બીજી ગતિઓમાં રખડ્યા કરે છે, એક ભવમાં પણ કરીને કામ બેસતા નથી, તેને બદલે તને એવું સ્થાન પ્રાપ્ત થશે કે તારી આવી રખડપટ્ટી બિલકુલ મટી જશે અને તું અચળ થઈ જઈશ. વળી તને અહીં શારીરિક અને માનસિક અનેક પ્રકારે આધા–પીડા નિરતર થયા કરે છે, પરંતુ વ્યાધિની પીડા, વિયેગની પીડા, મૃત્યુને શોક, ધનનો નાશ વિગેરે વિગેરે અનેક પ્રકારની આધિ વ્યાધિ ને ઉપાધિથી ભરપૂર આ સંસારસ્થાન તજી દઈને તું તદ્દન અબાધિત થઈ જશે. વળી તે એ સ્થિતિમાં કેવલ્યજ્ઞાનરૂપ સર્વ વસ્તુને બોધ પામીશ એટલે તું સર્વ વસ્તુનું સ્વરૂપ સ્વતઃ સમજી શકીશ. અત્યારે તે અવ્યવસ્થિત રીતે, વસ્તુધર્મના બાધ વગર ગેટ વાળે છે અને સંસારમાં હેરાન થાય છે, પણ ત્યાં તે કેવળજ્ઞાનરૂપ મુનસર્ક-વજીર-ભત્રી તને મળશે. ટબાકાર સુનસફને અર્થ સર્વ કાર્યના ક્ત એમ કરે છે એ શબ્દ સુનસફી ઉપરથી આવ્યા હોય એમ જણાય છે. આવી રીતે અચળ અબાધિત થઈને કૈવલ્યજ્ઞાનરૂપ સુનસફને પ્રાપ્ત કરીને તે શિવસ્થાન પ્રાપ્ત કરીશ જે અનંત જ્ઞાન દર્શન ચારિત્ર વીયદિ સગુણથી અલકત છે. આવી મોક્ષરૂપ દરગાહ એટલે મહંત પુરૂષનું અંતિમ નિવાસસ્થાન તને મોહરાજા સાથે ચગાનમાં લડાઈ કરવાથી અને તેના ઉપર જય મેળવવાથી પ્રાપ્ત થશે, માટે હવે તે બહાદુરી કરીને મેદાનમાં આવી અને તેને પરાજય કર. મોટા સંત અથવા પીરના છેવટના. નિવાસસ્થાનને એટલે કે જ્યાં તેઓને ભૂમિદાહ કરવામાં આ હોય છે તે સ્થાનને મુસલમાન દરઘા કહે છે, એને હૈદ્ધ લેકે રપ કહે છે અને જૈન ધર્મમાં પણ એ જ શબ્દ વપરાય છે. શિવસ્થાનમાં અનત તીર્થકરે તથા બીજા વિશિષ્ટ જ્ઞાનીઓ છેવટનું સ્થાન કરીને રહ્યા છે તેથી તેને શિવરઘા અત્ર કહેવામાં આવી છે અથવા દરઘને અર્થ કચેરી પણ થાય છે. આ ત્રીજા અને ચોથા પાકનું પદ