________________
છેંતાળીસમું.] ચેતન અને મેહરાયના યુદ્ધનું આહ્વાન. ૫૦૧ કે પૂર્વે તીર્થકરાદિકે પણ તેમ જ કર્યું છે અને તારે તેઓને માર્ગ પકડવાને છે. એક ચૈત્યવંદનમાં કહ્યું છે કે તીર્થંકર મહારાજ
ગુરુ પાસે ભાણિયા નહિ, પણ સઘળું જાણે, ભાગ વિના પરમેસરા, સુખ સઘળા માણે, રાગ નહિ પણ રીઝ, સવિ ભવિનાં સંત,
નહિ પણું ટાળીયા, સવિ ના મર્મ. સેવા કરાવે સૌ ભણે, નામ ધરાવે સાધુ
સાધ્ય ધરાવણ કે નહિ, સૂક્ષમ વિરાબાપુ, આ પ્રભુના માર્ગે તારે ચાલવાનું છે તેથી તારે મેહરાજાના સૈન્યને સંહાર કરતાં જરા પણ વિચારવાનું નથી. તારે તે હાથમાં ઉઘાડી તરવાર અને કાઢલ લઈને મેદાનમાં જરા પણ ભય રાખ્યા વગર ઉતરી પડવું. અનેક કમ જે અત્યારે તને વિવિધ પ્રકારે ત્રાસ આપે છે અને પ્રથમ દૃષ્ટિએ સંખ્યા અને સત્તામાં અપ્રતિહત લાગે છે તે સર્વ ઉપર તું એકલો સામ્રાજ્ય મેળવી શકે એટલી તારામાં શક્તિ છે. તારી એવી અચિત્ય શક્તિને તું જાણતું નથી, તને તેની ખબર નથી, તને તેને મહિમા બરાબર સમજાયો નથી. જ્યારે તું મોહરાજાના લશ્કરને સહાર કરવા મંડી જઈ ક્ષપકશ્રેણું માંડીશ ત્યારે સર્વ કર્મોને નાશ કરતાં તેને પૂરી બે ઘડી પણ થવાની નથી, નવમા ગુણસ્થાનકેથી ક્ષપકશ્રેણું માંડી ચેતનજી જ્યારે પ્રગતિ કરે છે ત્યારે અતરમુહૂર્તના કાળમાં તે તેરમે ગુણસ્થાનકે આવી જાય છે અને તે પહેલાં તે મોહનીય કર્મને સર્વથા નાશ કરે છે. આવી રીતે અડતાળીશ મિનિટથી પણ ઓછા કાળમાં તું મેહનીય કર્મોને નાશ કરી શકે તેવી તારામાં તાકાત છે, કર્મના મોટા સમૂહને પ્રદેશદયથી વેદી નિર્જરા કરીને તું તદ્દન હુમન વગરને થઈ જાય એવી તારા પાતામાં શક્તિ છે અને તેમ કરવામાં તને વખત પણ બહુ લાગે તેમ નથી. આવી રીતે સ્વ સ્વરૂપ પામવામાં આડા આવતા દુશમનને મારી હઠાવ અને હત પ્રહત કરી દે.
આ પ્રમાણે કરવાથી તને શું લાભ થશે તે હવે બતાવે છે. તે સર્વ વસ્તુના બેધરૂપ કૈવલ્યજ્ઞાનને પ્રાપ્ત કરીશ અને તેની સાથે વળી શિવસ્થાન પ્રાપ્ત કરીશ. એને મહિમા બતાવતાં કેટલાંક ઉપ