________________
છેતાળીસમુ.] ચેતનછ અને મહરાયના યુદ્ધનું આદાન, ૫૦૭ ધરમ ધરમ સર્વ પ્રાણીઓ કરે છે પણ ધર્મને મર્મ સમજતા નથી? અને પછી આગળ વધે છે તેને ભાવ એ છે કે “જેટલી મનની દેટ હતી તેટલો આ પ્રાણી ધર્મની શોધમાં દેખાય છે પણ પિતાની પાસે રહેલી પ્રેમની પ્રતીતિ વિચારવી અને તેને બરાબર સમજવા માટે ગુરૂગમને જોડી લેવી એ કર્તવ્ય છે. ધર્મજિનેશ્વરના સ્તવનમાં જે ભાવ બહુ વિસ્તારથી બતાવે છે તેને અહીં સંક્ષેપથી કહેતાં સમજાવે છે કે આનંદઘનના પદને વળગી રહેવું એ ધર્મને ખરેખર મર્મ છે. આનંદઘન પ્રભુના આશ્રયે રહેવું, તેઓના ઉપદેશ પ્રમાણે વર્તન કરવું અને તેઓમાં પ્રગટ થયેલું પરમાત્મસ્વરૂપ સ્વમાં પ્રગટ કરવા પ્રયાસ કર એ ધર્મને મર્મ છે. એ મર્મ જ્યારે સમજાય ત્યારે મોહરાજાની સાથે ચગાનમાં આવીને લડવામાં દયાધર્મને જરા પણ વિરોધ આવતે નથી એ સ્પષ્ટ રીતે સમજી શકાય તેવી હકીકત છે, કારણ કે એમાં રવદયા છે અને દ્રવ્યહિંસા કેઈ પ્રકારની નથી.
આનંદઘન પદ કરીને સીધો અર્થ આનંદસ્વરૂપ પરમાત્માના પગ પકડીને રહે એટલે પરમાત્માના દાસભાવે વર્ત એ ધર્મનું રહસ્ય છે એમ થાય છે. આ ભાવ પણ સારે છે. જ્યાં સુધી દાસભાવે વર્તવાની ઈરછા બરાબર થતી નથી ત્યાંસુધી શુદ્ધ સ્વરૂપનું સાધ્ય સમજાતું નથી. એ તે પ્રગટ હકીકત છે કે રાગદ્વેષ રહિત ભગવાન કાંઈ આપી દેવાના નથી અને તેઓની સ્તુતિ કરવાથી તે પ્રસન્ન થવાના નથી, પરંતુ તેઓના દાસભાવે વર્તવાથી તેઓ આદર્શ જીવન પૂરું પાડી સ્વવરૂપવિચારણનો પ્રસંગ આપે છે અને એવી રીતે એકવાર વરૂપજ્ઞાન થઈ જાય અને સાધ્યનું લક્ષ્ય સ્થિર થઈ જાય તે પછી તે આત્મા પરમાત્માના પદની ભાવના કરી શકે છે. આવી સ્થિતિ પ્રાપ્ત કરવા માટે આનંદઘન ભગવાનના પદની સેવા કરવાની અને તેઓના દાસભાવે પ્રવાતેવાને નિર્ણય કરવાની ખાસ જરૂર છે, સુમુક્ષ જીવના લક્ષ્યરથાનના નિર્ણય માટે તેની ખાસ આવશ્યક્તા છે અને તે પ્રમાણે કરવાથી બહુ લાભ થવાને સ્પણ પ્રસંગ છે. એને માટે આનંદઘનજી મહારાજે એ વિચાર જુદા જુદા રૂપમાં બહુ જગાએ બતાવેલ છે એટલું કહેવાની જ જરૂરીઆત છે. આ ભાવ વિશેષ સ્પષ્ટ કર હોય તેમણે કવિનું બનાવેલું શ્રી ધર્મનાથનું રતવન વિચારવું.