________________
છેંતાળીશમુ.] ચેતનછ અને મેહરાયના યુદ્ધનું આહ્વાન ૪૯૭ છે. એ ચુદ્ધ વાંચવા લાયક છે. અહીં ચેતનજીને ઉદ્દેશીને કહે છે કે હે ચતુર ચેતનજી! તમે ચગાનમાં આવે, ખુલ્લા મેદાનમાં આવીને મહારાજા સાથે યુદ્ધ કરે. ગઢની અંદર રહીને લડવું એ તે કાયરનું કામ છે. જેને પૂરતી હિંમત ન હોય અથવા જેની પાસે બહાદુરીથી લડી શકે તેવું લશ્કર પૂરતું ન હોય તે બાયલા બની ગઢની અંદરથી લડે છે અને માત્ર પોતાને બચાવ જ કરે છે. જયારે પિતાના બળ ઉપર પાકે ભરેસે હય ત્યારે તે ચોગાનમાં આવી લડવું એ રજપૂતનું કામ છે. બહાદુર રજપૂતે મરણુંઆ થઈને લડતા ત્યારે ગઢને આશ્રય લેતા નહિ. હે ચેતનજી! તારી લડાઈ છે તે બહાદુરની લડાઈ છે, કાયરની લડાઈ નથી, બાયલાની લડાઈ નથી, નામર્દની લડાઈ નથી. તું એકલે છે તે પણ તારામાં એટલી શક્તિ છે કે તું અનેક સુભટેને મારી હઠાવે અને તારી સામે મોટું લશ્કર હોય તેને દાદાણુ કરી નાખે. રજપૂતના ઈતિહાસમાં વાંચીએ છીએ કે સ્થૂળ લડાઈમાં
જ્યારે સમરસિંહ અને પ્રતાપસિંહ ઉતર્યા હતા ત્યારે બન્ને હાથમાં બે તરવાર લઈ સામા લશ્કરના હજારે માણસને સંહાર કરી નાંખે હતે, એવી લડાઈ તે નકામી છે એ આગળ ઉપર તને આ જ પદમાં જણાશે. પણ આ આત્મિક લડાઈ તે બહુ ઉપયોગી અને શુભ પરિણામ નિપજાવનારી છે. તે અનેક સુભટને એકલે મારી હઠાવી. શકે તેવી તારામાં શક્તિ છે, માટે તું મેદાનમાં આવીને મેહરાયના કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, રતિ, અરતિ, વેદ આદિ અનેક સુભટે છે તે સર્વને મારી હઠાવીને જીતનિશાન ચઢાવ અને અત્યારે લશ્કર તૈયાર નથી, શરીર સારું નથી વિગેરે બહાનાં કાઢવાની ટેવ તને અનાદિ, કાળથી પડી ગઈ છે તે છેડી દઈને મેદાનમાં આવ. હજુ તને તારા પિતાના બળમાં ભારે નથી તે તારી ભૂલ છે. તારામાં એટલી અચિંત્ય શક્તિ છે કે મહારાજના આખા લશ્કરને તું ઉડાવી દે અને તારે વિજયડંકા વગાડી શકે. આખા જંગલમાં એક સિંહ હોય છે તેને
* ઉપમિતિ ભવપ્રપંચ ગ્રંથને સંક્ષેપ છપાઈ ગયેલ છે. મેટા ગ્રથનું ભાષાંતર વિવેચન કર્તા તરથી ડા વખતમાં બહાર પડશે. તેમાં આ મહરાજના યુદ્ધને જે ભાગ ચોથા પ્રસ્તાવમાં બતાવ્યા છે તે ખાસ વાંચવા લાયક છે.
It જુઓ આ પદની ત્રીજી ગાથાપરનું વિવેચન.