________________
૪૮૮ આનંદઘનજીનાં પદે.
[પદ કદિ એમ લાગતું નથી કે આટલાં બધાં જંગલવાસી પ્રાણીઓને તે એક કેમ પહોચી શકો? કે તેને ચારે બાજુથી એ બધાં પ્રાણીઓ ઘેરી લેશે ત્યારે તે કેમ છૂટી શકશે? તેને તે મનમાં ખાતરી હોય છે કે તેની એક ગર્જના આગળ લાખ પ્રાણુઓ જંગલમાં હશે તે સર્વ ઝાંખાં થઈ જશે અને ઊભી પૂછડીએ નાસવા મંડી જશે. તારામાં એથી પણ વધારે શક્તિ છે. તારી એક ગર્જના બરાબર નીકળશે તે મહરાજાનું પ્રબળ સૈન્ય અને તેના કુટિલ શસ્ત્ર સર્વ નકામાં થઈ જશે, માટે તું ખેઠાં બહાનાં કાઢવાં છોડી દે અને મેદાનમાં આવી
અનાદિ કાળથી ચેતનજીને એવી ટેવ પડી ગઈ છે કે જ્યારે જ્યારે મહરાજા સાથે લડવાને પ્રસંગ આવે છે ત્યારે ત્યારે તે ગોટા વળે છે. સૂત્રે ભણવા છે તેથી વિહાર થતા નથી, સાધુ માંદા છે તેથી રોકાઈ રહેવું પડે છે, પ્રતિક્રમણ કરવા ઈચછા રહ્યા કરે છે પણ તેમાં ચિત કરતું નથી, ખરચ કર છે પણ આગળ ઉપર કરશું, હાલ નહિ, અભ્યાસ કરે છે પણ હાલ જરા દુકાનનું કામ વધારે છે, વ્યાખ્યાનશ્રવણ પૂજા આદિ કરવાં છે પણ હાલ વખત મળતા નથીઆવાં આવાં ચિત્રવિચિત્ર મનાકલ્પિત ન્હાનાં કાઢી-મિષ કરીને ધર્મ કાર્ય કરવાના પ્રસંગો છોડી દે છે અને તેથી મેહરાય સાથે લડવાને પ્રાપ્ત થયેલ અવસર ગુમાવી નાખે છે. આ તેને પ્રસાદ છે, એમાં વાસ્તવિક આળસ (પ્રમાદ) સિવાય બીજું કાંઈ નથી. પિતાની ચગ્ય વસ્તુની કિમત ન જાણુવી અને મનમાં ગોટા વાળ્યા કરવાથી કઈ રીતે બચાવ થઈ શક્તા નથી. હે ચેતનજી! આ તારી વ્હાનાં કાઢવાની ટેવ છે તે છેડી દઈને મેદાનમાં આવી અને મહરાજના લશ્કરને મારીને હટાવી દે. એ દેખીતું માટે લાગતું લકર તારા અવ્યાહત વીર્ય પાસે દમ વગરનું છે, શક્તિ વગરનું છે, નામ માત્ર છે.
ટબાકાર બે બાબતમાં બહુ સારે ખુલાસે કરે છે. ચોગાનમાં આવીને અહીં ચેતનઇને લડવાનું કહે છે તે ચગાન ગુણસ્થાનકરૂપ સમજવું. આ ઉભેક્ષા સુંદર છે. ચેતનજીની જેમ જેમ ઉલ્કાતિ થતી જાય છે તેમ તેમ તે ગુણસ્થાનકમાં વધતે જાય છે. એવા ચૌદ ગુણસ્થાનક છે એ ગુણસ્થાનકના મેદાનમાં આવીને ચેતનજીને લડવા.