________________
૪૪
આનંદઘનજીનાં પહેા.
પદ
પાનથી તૃપ્ત થાઉં છું. અહા! વિશુદ્ધ દર્શન! હવે મારે તારા જ આધાર છે અને મારા ચેતનજી જે હવે જરા જાગૃત થયા છે તેમના અને મારા મેળાપ કરાવી આપનાર જો કોઈ પણ વ્યક્તિ હાય તા તે મારા જાણવા પ્રમાણે તું જ છે, તારા ઉપર જ હવે મેં ધારણા કરી છે અને તાા તેંત્ર્યને પરિણામે મારૂં કાર્ય સફળ થશે, પતિને મેળાપ થશે અને મારી નિરંતરની પીડા દૂર થશે. મને હવે મારાં ભાઈ માખાપુ કે પુત્રની વાત પણ સારી લાગતી નથી, તે તે તેમે ગુણસ્થાનકે જઈને બેઠાં છે, મને તે મારા પતિને મળવાની ખરે ખરી ઉત્કંઠા છે અને તે હું દર્શન! તું કરાવી આપ અને મારા પતિને માયામમતાની પ્રપંચી જાળમાંથી છેડવ. વસ્તુસ્વરૂપનું યથાસ્થિત જ્ઞાન આપી દ્વિવ્ય ચક્ષુથી પ્રત્યક્ષ દેખાતા ભાવે વિશુદ્ધ અનુમાનથી મારા પતિને ચેગ્ય રીતે બતાવીને તું તેને મારે મંદિરે લઇ આવ. તે જરા જાગ્રત તા થઈ ગયા છે તેથી અત્યારના વખત ખરાખર અનુકૂળ જણાય છે. ત્રીજી ગાથાને અર્થ કરતાં ટખાકાર કહે છે કે—આત્મારામ તેરમે ગુણસ્થાનકે ગયા તેના વિયેાગના પાર પામી ન શકું, કાણુ કે ત્યાં મારાથી પહોંચી શકાતું નથી અને તેનું સ્થળ પણ પામી ન શકું. આનંદધન પ્રભુનું દર્શન-શુદ્ધ જૈન દર્શન પતિમેળાપને માટે વિષમ ઘાટ ઉતારવાને માટે સુવિહિત નૌકા છે એટલે પતિ સાથે મેળાપ દેવળજ્ઞાનમાં થવા માટે નૌકા સમાન છે.? મારા પતિના વિરહની વેદનાના પાર હું પામી શકતી નથી, કારણ કેતે અથાગ છે તેથી હે પ્રભુ! પતિદર્શનરૂપ ઘાટ ઉતરવાને વાસ્તે નૌકાની માગણી કરૂં છું. પતિવિરહની વેદનાના જેને અનુભવ થાય તેજ જાણી શકે. આવી સખ્ત વેદનાના ઉપાય કરવા માટે પતિવિરહરૂપ વિષમ નદીના લાંખો પટ ઉતરવાને માટે આપની પાસે આજ્ઞારૂપ નૌકાની માગણી
* અહીં ય આનંદસાગરજી જણાવે છે કે પેાતાનાં માતપિતા તરીકે કેવળજ્ઞાનના ઉલ્લેખ કરા ફ્લોરા બતાવે છે. જૈન દર્શન શ્રુતજ્ઞાનને અંગે છે અને કેવળજ્ઞાન તેનું ફળ છે. આ હકીકત ધ્યાનમાં રાખવાથી ટમકારના આશય સમારો.
૬ અહીં ચૅતનજી તેરમે સ્થાનકે ગયાની વાત કરી છે તે ઉપરના ખાના ના અર્થ સાથે બરાબર બેસતી આવતી નથી. વિવેચન ઝુ
૪ આ અર્થ કરવામાં આઘટ એટલે નદીને પટ એવા અમૈં કર્યો છે. સી એટલે માર્ગ અથવા મણ છું અને અર્થ બેસતા આવે છે