________________
૪૯૨ આનંદઘનજીનાં પદો.
[પદ ટકાકાર કહે છે કે આ વચન શુદ્ધચેતનાનું જૈન દર્શન પર છે. જગામાં આત્માની પાછળ લાગેલા એવા માયામમતારૂપ કરો! તમે જતા રહે, ભાગી જાઓ. માયામમતાની મતિ લઈને આત્મા મારી અને અનુભવની સાથે દો કરે છે, માટે હે માયામમતા! તમે ભાગી જાઓ. શુદ્ધ દર્શન વિના ચેતનજી સાથે મારે મેળાપ કરાવે એવું જગતમાં કેઈ નથી. જ્યારે જ્યારે ચેતનજી મને મળવા વાછે છે ત્યારે ત્યારે માયા અને મમતા ચેતનજીને એવા સપડાવે છે, ફોસલાવે છે અને એની બુદ્ધિને પિતાને કબજે કરી લે છે કે એની સાથે દગો કરીને ચેતનજીને મને મળવા દેતા નથી અને અનુભવને પણ મળવા દેતા નથી. આવા કારણથી હું માયામમતાથી કંટાળી ગઈ છું અને તેને મારાથી દૂર થવા કહું છું તેમાં હે શુદ્ધ દર્શન! તું મને મદદ કર. આ પ્રમાણે વાત કરી અને ખાસ કરીને પિતાની અને અનુભવની સાથે માયામમતા દગે કરનાર છે એ વાત બતાવીને શુદ્ધચેતના માયામમતાને દૂર થવા કહે છે. ચેતના જાણે છે કે તેના પતિ હવે જાગ્યા છે અને અત્યાર સુધી જે અજ્ઞાનદશામાં હતા, તેને દૂર મૂકી આગળ વધ્યા છે. ચેતના એટલું પણ સમજે છે કે અત્યાર સુધી ચેતનજી માયામમતાની બુદ્ધિએ–શીખવણુએ ચાલી પિતાની સાથે અને અનુભવની સાથે દગો કરતા હતા અથવા માયામમતા ચેતનઇને દગે કરવાનું શીખવતી હતી તે હવે પિતાનું સામ્રાજ્ય ચલાવી શકે તેમ નથી. આથી શુદ્ધ આગમને જૈન દર્શનને ઉદેશીને ચેતના કહે છે કે હે માયામમતા! તમે હવે ભાગી જાઓ અને મારા અને મારા પતિને મેળાપ હવે થવા દે. અહીં કહવાને ભાવાર્થ એ છે કે
જ્યારે ચેતનછ વસ્તુગત ધર્મો એાળખશે, સ્વપરનું ચગ્ય વિવેચન કરશે, પરભાવરમણતા દૂર કરશે અને પોતાની જાતને બરાબર ઓળખશે ત્યારે તેનું સ્વરૂપે પ્રગટ થશે. તેમ કરવા માટે મેહદશાને ત્યાગ કર અને યથારવરૂપ વતનો બાધ સ્થિર કરે એ ખાસ જરૂરી બાબત છે.
* જિનાગમને ઉકેશીને આ શબ્દ ચેતના બોલે છે એ શબ્દ અધ્યાહાર ગયા છે અને કારીની સાથે રિને અર્થ ચિપદરૂપે ન કરતાં જગતમાં એ કર્યો છે એ વિગેરે અર્થો ઍચાને આણવા પડ્યા છે, છતાં દબાકારનો અર્થ મનન કરીને સમનવા વાગ્યા છે દર શબ્દ ત્રીજી ગાથામાંથી અહીં આવ્યા હોય એમ જણાય છે. વિ કે.