________________
૪૧
એકતાળીસમું.] વિરહકાળમાં શુદ્ધચેતનાની સ્થિતિ, અમે તારે મંદિરે બીરાજશું અને વાણુનો વિલાસ ચલાવશું. તેના જવાઅમાં સુમતિ કહે છે કે હું મારા આનંદઘન પ્રભુ! તમારી આ વાત સાંભવળીને હું તમારાં ઓવારણાં લઉં છું અને તમને આવી રીતે મારા મંદિરમાં પધારવાનું વચન આપતાં સાંભળીને એટલું જ કહું છું કે આપ અત્યાર સુધી છે તેવા મારા તરફ કઠેર થશે નહિ. આ અર્થને આપણે વિચારીએ. અહીં ચેતનજી પ્રથમ કહે છે કે હે સુમતિ! અમે તારા મદિરમાં છેવટે બીરાજશું. હું ભવ્ય છું, મોક્ષને કામી છું, પણ હજુ મારું આત્મવીર્યપુરણા પામ્યું નથી તેથી અહીં રખડ્યા કરું છું, પણ અંતે તે તારી સાથે જ બીરાજવાનો છું. જ્યારે તારા મહેલમાં બીરાજીશ ત્યારે લોકાલેકભાસ્કર કેવળજ્ઞાન પણ છેવટે થશે અને અમે પછી નયનિક્ષેપ નિગોદાદિના સ્વરૂપની પ્રત્યક્ષ દેખાતી સમજાતી વાત કરશું. આવી રીતે મારા સારા સ્વરૂપની વાત કરશું ત્યારે બહુ આનંદ થશે અને તારા વિરહની પીડા ભાંગી જશે અને અત્યાર સુધી તે જે દુઃખ સહન કર્યું છે તેને બદલે વળી જશે. સુમતિ જવાબમાં કહે છે કે શુદ્ધ દશામાં અપૂર્વ આનંદસમૂહ આપનાર મારા પ્રભુ! તમારી એ સ્થિતિપર ધ્યાલ રાખીને હું તમારાં એવારણું લઉ છું. મારું સ્વરૂપ અનાદિકાળથી ધૂળ મળી ગયું છે અને વિરહાગ્નિ મને મળ્યા કરે છે પણ હવે તેને છેડે આવવાનું છે તે વિચારથી મને હર્ષ આવે છે અને તેનાં ચિહ્ન તરીકે હું તમારું લુંછણું લઉં છું. નાથ! એમ હોય તે ભલે આપ મોડા વહેલા પધારજો. આપ જરૂર પધારવાના છો એ વિચારથી મારા મનમાં નિરાંત થઈ છે. પણ મારા સ્વામી! આપ અત્યાર સુધી મારા તરફ કાર થઈને બેઠા હતા તેવા તે હવે રહેશે નહિ, થશે નહિ એટલી મારી આપને ખાસ વિજ્ઞપ્તિ છે. આ પ્રમાણે અર્થ બહ. સુંદર થાય છે, પણ આખુ પદ શુદ્ધચેતના બેલે છે તેને બદલે છેલ્લી ગાથામાં એકદમ સુમતિ આવી જાય છે અને શુદ્ધચેતનાની બાલેલી પાંચ ગાથા પછી ચેતનજી બોલે છે એમ ધારવામાં જરા પ્રકમભંગ થાય છે, તેથી બની શકે તો ચેતનના મુખમાં જ એ શબ્દ મૂકવા જોઈએ તેથી પ્રથમ અર્થ અત્ર બતાવ્યો છે. ત્રણે અર્થ એગ્ય આશય દર્શાવનાર છે તેને લક્ષપૂર્વક વિચારવા.
આખા પદમાં જે એક ભાવ ઝળકે છે તે એ છે કે ચેત