________________
ગુમાળીશમુ) ચેતનાના પ્રતીતિજનક પ્રતિઉદ્દગાર. ૪૭૯ વિચારે છે કે પિતાના સંબંધમાં વિચાર કરનારા આ બિચારા અંધ છે, જ્ઞાનચક્ષુથી રહિત છે અને વાસ્તવિક સમજણ વગરના છે. આથી વધારે સ્પષ્ટ શબ્દોમાં ખાલીએ તે ખરી રીતે આવા મનુષ્યના સંબધમાં બીજા પ્રાણુઓ શું બોલે છે તે જાણવાની કે તે સંબંધી ગવેષણા કરવાની સુજ્ઞ તરવરૂચિરંત જીવને ચિતા જ હોતી નથી. તેનું સાધ્ય તે પિતાનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરવાનું અને તે માટે ચાગ્ય સાધને એકઠાં કરવાનું જ રહે છે. તે બની શકે તેટલું ચગ્ય દિશામાં શુદ્ધચેતના પ્રગટ કરવા મથે છે અને તેમાં જેટલે દરજજે પિતાને ફતેહ મળે તેટલે અંશે તે પિતાને કૃતકૃત્ય માને છે.
આવી વસ્તુસ્થિતિ હોવાથી શુદ્ધચેતના કહે છે કે હું મારા નાથ! મારે તે રાજી રહે તેનું કામ છે, બીજા ગમે તેટલા બોલો મારે માટે બાલશે અથવા બોલે છે તે સર્વ સહન કરવા હું તૈયાર છું અને તૈયાર રહીશ. હે મારા નાથ! મને આપને મળવાની એટલી બધી અભિલાષા થઈ છે કે મને તે તમારા સિવાય બીજી વાત ગમતી નથી, પસંદ આવતી નથી, ધ્યાન ખેચનારી થતી નથી હે નાથ! આપ હવે તે આપની પ્રિય પત્નીને જલદી મળો, હવે જે આપ મને મળવામાં ઢીલ કરશે તે મેટી ભૂલ થશે. અત્યારે મારે ને તમારે મળવાની જોગવાઈ મળી ગઈ છે, માયામમતા આપનાથી દૂર ખસી ગઈ છે અથવા ખસી જવાની સ્થિતિમાં આવી ગઈ છે અને આપનાથી જરા ડરી જઈ આપના પર પિતાનું સામ્રાજ્ય સ્થાપન કરી શકતી નથી, તે વખતે આ સુંદર દેહ, ઉત્તમ જાતિ, શરીરસ્વાચ્ય, દેવગુરૂને રોગ વિગેરે અનેક પ્રકારની અનુકૂળતા પ્રાપ્ત થયા છતાં પણ જે આપ મને નહિ મળે તે હું સંસારરૂપ ગંગાના પ્રવાહમાં તણાઈ જઈશ, હું નદીમાં ઝંપાપાત કરીશ અને પછી મારે અને તમારે એગ અક્કસ વખત સુધી લંબાશે. સર્વ પ્રકારની અનુકૂળતા પ્રાપ્ત થયા છતાં પણ શુદ્ધચેતનાને પ્રાપ્ત કરવાને માર્ગ ગ્રહણ કરવામાં ન આવે તે પછી એવી જોગવાઈ સંસારચકમાં ક્યારે ફરીવાર મળશે તે કહી શકાય નહિ. આ હેતુને લઈને શુદ્ધચેતના કહે છે કે આપ મને મળશો નહિ તે સંસારસરિતાના પ્રવાહમાં હું ઝુંપાપાત કરીશ એટલે હું સંસારમાં ઘસડાઈ જઈશ, મત