________________
૪૮૪
આનંદઘનજીનાં પદે.
[પદ સ્વરૂપના યથાસ્થિત જ્ઞાનને, અગાઉ જણાવ્યું છે તેમ, અનુભવ કહેવામાં આવે છે. એ અનુભવષ્ટિ અથવા જ્ઞાનદષ્ટિથી જે ગણનાઓ કરવામાં આવે તે વાસ્તવિક ગણતરી છે, સાચી ગણતરી છે અને તેવી ગણતરીપર જે સુકામ બાંધ્યું હોય તે લાબે વખત ટકે છે તેમ જ ગણતરી કરનારની ગણનાઓને સાચી બનાવે છે, બાકી એ સિવાય બીજી દષ્ટિથી કેઈ પણ ગણતરી કરી લેય, સ્થળ સ્થિતિ પર તુલના કરી હેય તે સર્વ દગાવાળી-અવિશ્વાસ્થ માલુમ પડે છે અને તેવી ગણતરીપર કરેલાં કાર્યો પણ સુખને બદલે પરિણામે દુખ જ આપે છે. આવી ભૂલ ભરેલી ગણતરી પેટી છે એમ હવે મને જણાયું છે તેથી એવી ખોટી ગણતરી કરાવનાર હે માયામમતા! તમે હવે મારાથી દૂર ખસી જાઓ, અહીંથી ભાગી જાઓ અને મારાપર તમારા વક પ્રાગે કદિ પણ અજમાવશે નહિ.
જ્યારે જ્યારે ચેતનજી જરા પણ શુદ્ધ દશામાં આવે છે, કાઈ શુદ્ધ અવબોધ થાય તેવું વાંચન શ્રવણ કરે છે, ત્યારે તેના મનમાં આવા શુદ્ધ વિચારે આવે છે અને તે વખતે થયેલી ભૂલપર પશ્ચાતાપ થાય છે, તે સાથે હવે પછી તેમ ન થાય તે ઠીક તેવા વિચારને લઈને આવા ઉગારે નીકળી આવે છે. એવી ક્ષણિક ભાવના લાંબા વખત ટકાવી રાખવા માટે કવિએ એવા પ્રસગે ચેતનથી બાલાયલા ઉદ્ગારે અત્રે નોંધી રાખ્યા છે. એની કિંમત વસ્તુસ્વરૂપના અવધ વખતે ઉચ્ચારાયલા શુદ્ધ ઉગારાના માર્ગદર્શકત્વ તરીકે બહુ મોટી છે, એવી સ્થિતિ અધિકાર અને પ્રસંગ પર આધાર રાખે છે, પરંતુ એવા પ્રસંગે એક સરખી સૌમ્ય સ્થિતિ થતાં વસ્તુદર્શન યથાતથ્થ થાય છે અને તેને કાયમ લાભ મળે તે માટે એવા પ્રસંગે થયેલ રપુરણું હદયપર એક્તિ કરવી ઉચિત છે. ચેતનજીને અહીં એમ વિચાર થાય છે કે જ્ઞાનદ્રષ્ટિ એ મારી દ્રષ્ટિ છે અને બીજે સર્વ દશે છે એ સાધારણ વાત નથી. એવી વિચારણાથી થયેલી બુદ્ધિને બરાબર વિકરવાર કરવાની અને તેવા વિચાર કરવાના પ્રસંગે વધારવાની બહુ આવશ્યકતા છે. નકામી વાત કરવામાં બહુ વખત ઘણીવાર ચાલ્યા જાય છે તેને સદુપયોગ થવા સાથે જે આવા શુદ્ધ વિચારે અને તે પણ ચેતનજીના પોતાના આંતર ઉદ્દઘાટન સાથે