________________
૪૦
[પદ
આનદધનજીનાં પદો. પ્રાણુનાથના વિરહની વેદના છેડે ન આવે એવી હોવાથી તેને પાર પામી શકતું નથી. આનંદઘન પ્રભુનાં દર્શનરૂપ વિષમ માર્ગ છે, (તેરૂપ) સસારસમુદ્રને ઘાટ ઉતારવા માટે હુંનાવડીની માગણયાચના કરું છું.”
ભાવ-ઉપર કહી તે અનુભવષ્ટિ મારા પ્રાણની રક્ષા કરનારી છે, અને શાશ્વત જીવન આપનારી છે. એના વિરહને માર્ગ પાર ન પામી શકાય તે છે, એ સ્થળ એવું છે કે જેમ ઊંડા જળનો તાગ મેળવા મુશ્કેલ પડે તેમ તેને છેપ્રાપ્ત કરવો મુશ્કેલ પડે તેમ છે મતલબ એ વિરહકાળ જ્યારે પૂરે થશે તે કહી શકાય તેમ નથી. બહુ ઊંડાણવાળા સમુદ્રમાં પણ કેટલું છે અને જમીન કેટલી નીચી આવી છે તે જાણવા માટે બહુ પ્રયાસ કરવો પડે છે અને તેમાં કોઈ વસ્તુ પડી ગઈ હોય તે તે લઈ આવવામાં અથાગ મહેનત પડે છે. એવી રીતે આ વિરહવેદનાને માર્ગ અથાગ છે. એક તે મારે પિતાને માર્ગ અવળે છે અને વિરહકાળ બહુ લાંબા વખતથી ચાલ્યા કરે છે, આથી એ વિરહયાળ અથાગ જણાય છે. મારા પ્રાણુ તે હું પિતે જ છે, તેને જાગ્રત દશામાં લાવવાની સ્થિતિને મને વિરહ થયો છે અને તેની આ સર્વ પીડા છે. પીડા કેઈ બહારની નથી પણ અનુભવષ્ટિ જે મારી પિતાની વરતુતઃ છે તેને જ વિરહ થયે છે અને તે અપાર જણાય છે, કારણ કે લાંબા કાળથી તેને ઉંઘાડી દીધેલ છે. ચેતનજી પિતે આ પદ બોલે છે એમ શરૂ કરેલ હોવાથી આ પ્રમાણે અર્થ ઘટે છે. સમતા જે આ પંક્તિ બોલતી હોય અથવા શુદ્ધચેતના બોલતી હોય તે તેને અને ચેતનાને ઘણા વખતથી વિરહ થયે છે તેની વેદના જેનું અથાગ સ્થળ છે તેને પાર આવતા નથી એ અર્થ ઘટે છે. એ વેદના એટલી લાંબા વખતની-અનાદિ કાળની છે કે તેને વિચાર કરતા મારે પત્તો ખાતે નથી અથવા ચેતનજી કહે છે કે તે વિરહવેદનાસ્થળ અથાગ જેને–પાર ન આવે તેવું છે. અથવા તે વિરહસ્થળનો પાર લેતાં હું તે થાક્યો છું ઘણું મહેનત કરી પણ તેને પત્ત જ ખાતે નથી.
આનંદઘન પ્રભુનાં દર્શન કરવા–તેની ઝાંખી કરવી તે અનુભવ છે અને તે દર્શન એ જ અવધટ છે-વિષમ માર્ગ છે. તે માર્ગ પ્રાપ્ત